જૂનાગઢમાં કાળવાના વ્હેણ શહેરીજનો માટે ‘કાળ’બને તે પહેલા તંત્ર રક્ષણ કરવા જાગશે ?
પૂર પ્રોટેકશન દિવાલ બનાવવામાં તંત્ર ઠાગાઠૈયા કરતું હોવાના આક્ષેપો
જૂનાગઢ કાલવા નદી આજુબાજુ રહેતા લોકો ચોમાસા પહેલા પોતાના જાન માલ ના રક્ષણ માટે તૈયાર રહે.ગુજરાત રાજ્ય ના નિવૃત તલાટી કમ મંત્રી સર્કલ ઈન્સ્પેક્ટર સંગઠન ના રાજ્ય પ્રમુખ હરીભાઇ ધુડા ની અખબારી યાદીમાં જણાવાયું છે કે ગત વર્ષે જુલાઇ મહિના મા કાળવા નદીમાં ભારે વરસાદ અને પૂરથી આ નદી કાંઠે આવેલા સોસાયટી ડ્રીમ લેન્ડ,મોરારી નગર, ગોકુલ નગર, દૂરવેશ નગર, રાયજી બાગ,કાશી વિશ્વનાથ વિગેરે સોસાયટીમાં મા રહેતા લોકોને આ સમયે મોત સામે દેખાતું હતું કારણકે પૂર ની સ્થિતિ જોતાં કોઈ પણ ગભરાઈ જાય તેની પરિસ્થિતિ નું નિર્માણ થયેલ હતું આ સમયે જૂનાગઢ જિલ્લા કલેકટર મહાપાલિકાના કમિશનર, મેયર, વિગેરે એ સ્થળ તપાસ કરી હતી. આ પૂર ના વિકરાળ ઘોડા પૂર મા અનેક લોકો ના માલ સામાન ઘરવખરી પૂર મા તણાય ગયેલ અને નાસ થવા પામેલ હતી.
આ પરિસ્થિતિ ને આજે 9 મહીના જેવો સમય થયો હોવા છતાં પણ મહા નગર પાલિકા તેમજ સરકાર શ્રી તરફ થી આ નદી કાંઠે આરસીસી પ્રોટેકશન દિવાલ બનાવવા અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી મહા પાલિકા મા અને સરકાર મા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ વિભાગ, જૂનાગઢ કલેકટર, તેમજ લાગતા વળગતા તમામ ખાતા મા આ વિસ્તારમાં રહેતા લોકો એ અરજીઓ કરી રજૂઆત કરેલ હતી છતાંપણ આજ સુધી આ નથી કાંઠે આરસીસી પ્રોટેકશન દિવાલ બનાવવા કોઈ નકર પગલા લીધા નથી જ્યારે જ્યારે જૂનાગઢ મહા નગર પાલિકા ના સત્તાધીશો ને રજૂઆત કરવામાં આવેછે ત્યારે એકજ જવાબ આપે છે કે ગ્રાંટ આવેલ છે ટૂંક સમયમાં આ કામગીરી શરૂૂ કરવામાં આવશે તો શું આ સત્તાધીશો ખોખલા વચનો આપે છે? એ પ્રશ્ન આ વિસ્તારમાં રહેતા લોકો માને છે.
આજે ફેબુ્રઆરી મહિનો શરૂૂ થયેલ છે જૂન મહિનામાં તો વરસાદ આવે છે જે હવે 5 મહિના બાકી છે તો શું આ વિસ્તારમાં રહેતા લોકો એ ચોમાસા પહેલા પોતાને બચવા સ્થાનતર કરવાની તૈયારી રાખવી પડશે? આવા પ્રશ્નો લોક મુખે ચર્ચાય રહ્યા છે. આ માનવ સર્જિત પૂર હોનારત ને આજે 8 થી 9.મહિના જેવો સમય પસાર થયેલ છતાં પણ આ અંગે કોઈ આજ સુધી નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી આ વિસ્તારમાં રહેતા લોકો ભય ના ઓથાર નીચે જીવી રહ્યા છે.જો આ આરસીસી પ્રોટેકશન દિવાલ નું કામ ચોમાસા પહેલા નહીં થાય તો આ સોસાયટી મા રહેતા લોકો એ પોતાના રક્ષણ માટે અન્યતર જગ્યાએ જય પોતાનો બચાવ પોતે કરવા ની નોબત આવશે ચોમાસા આડા હવે ફક્ત 4 મહિનાનો સમય બાકી છે જેથી સત્વરે આ પ્રોટેકશન દીવાલ નું કામ હાથ ધરવામાં આવે તો આ લોકો ને ન્યાય મળશે. આ અંગે માનનીય મુખ્ય મંત્રી ને રજૂઆત આ સોસાયટી મા રહેતા લોક એ કરેલ છે છતાં પણ હજુ સુધી નિર્ણય ન આવતા લોકોને પોતાના જાનમાલનું રક્ષણ જાતે કરવું પડે તેવી નોબત ઊભી થઈ રહી છે.
(તસ્વીર : શૈલેષ પટેલ)