અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજુ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI દ્વારા સરકારી સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ઇન્ડિયાના AI 171 પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે.
12 જૂન, ગુરૂૂવારના રોજ બપોરે 1:38 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, અમદાવાદથી લંડન માટે રવાના થઈ હતી. માત્ર બે મિનિટ બાદ, 1:40 વાગ્યે વિમાનમાં ગંભીર તકનીકી ખામી સર્જાતા તે સીધું બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે જોરદાર ટક્કર માર્યું હતું.
આ વિમાનમાં કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોએ દુર્ભાગ્યે પોતાનો જીવ ગુમાવ્યો.ઉપરાંત હોસ્ટેલમાં હાજર અને આસપાસના વિસ્તારોમાં રહેલા વધુ 19 લોકો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતાં.
તપાસ માટે રચાયેલ AAIB ટીમે તમામ તકનિકી પાસાઓ, બ્લેક બોક્સના ડેટા, પાઈલટ કોમ્યુનિકેશન અને એર ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડની વિગતવાર સમીક્ષા કર્યા બાદ આ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે.
પ્રાથમિક રિપોર્ટ પછી હવે સવિસ્તર અનુસંધાન અને તબીબી તથા તકનિકી તપાસ આગામી અઠવાડિયામાં હાથ ધરાશે. આશા છે કે આગામી અંતિમ રિપોર્ટ દ્વારા વિમાની સલામતી બાબત વધુ સ્પષ્ટતા થશે અને મુસાફરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂૂપ થશે.