For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાલિકા-પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે ?

04:34 PM Nov 04, 2025 IST | admin
પાલિકા પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે

નવી મતદાર યાદી મુજબ ચૂંટણી યોજાય તો વહીવટદાર શાસન આવશે

Advertisement

જૂની મતદાર યાદી મુજબ સમયસર ચૂંટણી યોજવાનો વિકલ્પ ખુલ્લો; ચૂંટણી પંચના વલણ તરફ મીટ

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાતમાં મતદાર યાદીઓની આ સઘન સુધારણાની પ્રક્રિયા 28 ઑક્ટોબરથી શરૂૂ થઈ છે અને તે 7 ફેબ્રુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થવાની છે.આ પ્રક્રિયા દરમિયાન, રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ (નવ નવી રચાયેલી સહિત), 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ અભ્યાસ કરી રહ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કઈ મતદાર યાદીના આધારે યોજવી. જો SEC હાલની મતદાર યાદીના આધારે ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લે છે, તો ચૂંટણીઓ સમયસર (જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026) યોજી શકાય છે.

Advertisement

જોકે, જોSEC SIR પૂર્ણ થયા બાદની અંતિમ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લે છે, તો ચૂંટણીઓ થોડા મહિનાઓ માટે મોકૂફ રાખવી પડી શકે છે.આના કારણે, સ્થાનિક સંસ્થાઓની મુદત ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 ના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થતી હોવાથી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર શાસન આવી શકે છે.SEC કમિશનર એસ. મુરલી કૃષ્ણના જણાવ્યા મુજબ, તેઓ વિવિધ હિતધારકો સાથે પરામર્શ કરશે અને અન્ય રાજ્યોના નિયમો અને દાખલાઓનો પણ અભ્યાસ કરશે, ત્યારબાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રાજ્યના કુલ 5 કરોડ નોંધાયેલા મતદારોમાંથી 4 કરોડથી વધુ મતદારો આ ચૂંટણીઓમાં મતદાન કરવા પાત્ર હશે.

ગુજરાતમાં ચોમાસામાં ભાંગી પડેલા રસ્તાઓ અને ભારે માવઠાના કારણે કૃષિક્ષેત્રને થયેલા ભારે નુકસાનના પગલે સરકાર સામે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં એસ.આઈ.આર.અને મતદારયાદી સુધારણાના બહાના હેઠળ પાલિકા-મહાપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી શકયતા દર્શાવાઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ કેવું વલણ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.એક એવી પણ વાત છે કે, રાજ્યભરમાં એક જ સમયે બધી ચૂંટણીઓ ન લેતા, ‘તબક્કાવાર’ ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. અને આ શ્રેણીનો પ્રથમ તબક્કો નગરપાલિકાઓ, નગર પરિષદો અને નગર પંચાયતોનો રહેશે! જ્યારે બીજા તબક્કામાં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. અંતિમ મતદાર યાદી અને વોર્ડ મુજબ આરક્ષણ જાહેર થયા પછી ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં નગરપાલિકાઓ અને નગર પરિષદોની ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું છે. સમગ્ર રાજ્યમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement