ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બદલાશે? પોસ્ટથી હલચલ ગત સીઝનમાં શુભમન ગીલ કેપ્ટન હતા
નવું વર્ષ 2025 ના પહેલા જ દિવસે 1 જાન્યુઆરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (ૠઝ) એ એક પોસ્ટ શેર કરીને હલચલ માચવી દીધી છે. ટીમમાં નવા જુની ચાલી રહી હોવાના એંધાણ આ પોસ્ટ પરથી જ મળી રહ્યા છે.
ગુજરાત ફ્રેંચાઇજીએ આગામી સીઝનથી ટીમના કેપ્ટન બદલાવા સંકેત આપ્યા છે. ગત્ત સીઝનમાં આ ટીમની કેપ્ટન્સી શુભમન ગીલના હાથમાં હતી.જો કે તે સમયે ટીમને ધારી સફળતા મળી નહોતી. જેના કારણે આ સિઝનમાં કેપ્ટન બદલાય તેવી આશંકા નિષ્ણાંતો સેવી રહ્યા હતા. ફ્રેંચાઇજીએ અફઘાનિસ્તાની સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનની એક તસ્વીર શેર કરી છે.
આ સાથે જ કેપ્શનમાં લખ્યું કે, એક સાફ સ્લેટ, એક નવી કહાની. આ પ્રકારના કેપ્શન સાથે તસ્વીર શેર કરી હતી. ફોટોની સાથે ફ્રેંચાઇજીએ લખ્યું કે, 2025 માં ગુજરાત ટાઇટન્સની કહાની આ પોસ્ટની સાથે જ ફેન્સ કેપ્ટન બદલવાનો અંદાજ પણ લગાવવા લાગ્યા છે. ઈંઙક 2022 થી સફર શરૂૂ કરનારી ગુજરાતની ટીમે પહેલી સીઝન જીતી હતી. જ્યારે 2023 માં રનરઅપ રહી હતી. બંન્ને વખત હાર્દિક પંડ્યા જ ટીમના કેપ્ટન રહ્યા હતા. પંડ્યા 2024 સીઝનથી મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાઇ ગયા હતા. ત્યારે ગુજરાતે શુભમન ગીલને કેપ્ટન બનાવ્યા હતા. આ સિઝનમાં ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી.