For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકવાદ-નકસલવાદ ખત્મ નહીં થાય ત્યાં સુધી જંપીશ નહીં: મોદીની પ્રતિજ્ઞા

11:14 AM Oct 31, 2025 IST | admin
આતંકવાદ નકસલવાદ ખત્મ નહીં થાય ત્યાં સુધી જંપીશ નહીં  મોદીની પ્રતિજ્ઞા

કોંગ્રેસ આતંકવાદ સામે નત મસ્તક રહી અને સરદાર સાહેબનું વિઝન ભુલાવી દીધું

Advertisement

સરદારના સંદેશાને જૂની સરકારોએ ધ્યાને ન લેતા દેશમાં હિંસા ચાલુ રહી અને કાશ્મીર છૂટું પડ્યું

સરદાર વલ્લભભાઇ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિતે આજે ગુજરાતના કેવડિયા ખાતે એકતા નગરમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં વિશિષ્ટ ઉજવણી કરવામા આવી હતી અને દિલ્હીમાં આઝાદી પર્વ તથા પ્રજાસતાક પર્વ દરમિયાન યોજાતા કાર્યક્રમોની તર્જ પર પરેડ, ફલેગ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

Advertisement

વડાપ્રધાન મોદીએ એકતા દિવસે સંબોધન કરતા જણાવેલ કે , આપણે મહાન ક્ષણના સાક્ષી બન્યા, સરદાર પટેલ અમર રહે, એકતા અને અંખડિતતાના પ્રતિક હતા સરદાર પટેલ.એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર પટેલ માટે સર્વોપરી હતુ, દેશની એકતાને મજબૂતી આપે તેવા કાર્યો કરીશું. રજવાડાઓને જોડવાનું કાર્ય સરદાર પટેલે કર્યુ તે દેશ આખો જાણે છે. દેશની એકતાને નબળી પાડતી વાતોથી દૂર રહેવાનું છે, સરદાર સાહેબે દેશની એકતાને સૌથી ઉપર રાખી છે, આઝાદી બાદ સરદારના આ સંદેશાને સરકારોએ ધ્યાને ના લીધી, તેના પરિણામે દેશમાં હિંસા અને લોહી વહ્યાં. કાશ્મીરમાં અલગ-અલગ સંવિધાન કરીને કાશ્મીરને છૂટુ પાડયુ, કોંગ્રેસે કરેલી ભૂલને કારણે દેશે ઘણું ભોગવ્યું, સરદાર સાહેબ સમગ્ર કાશ્મીરનો વિલય ઈચ્છતા હતા, કાશ્મીરે અને દેશે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી.

તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યુ કે , કોંગ્રેસ હંમેશા આતંક સામે નતમસ્તક રહી, કોંગ્રેસે સરદાર સાહેબના વિઝનને ભૂલાવી દીધુ, 2014 પછી ભાજપ સરકાર સરદારના સંકલ્પો પર ચાલી છે. અમે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ કોઈ સમાધાન નથી કરતા. નકસલીઓને ખુલ્લેઆમ નવા ફરમાન જાહેર કરતા હતા, નકસલીઓ શાળા અને કોલેજોને ઉડાવી દેતા હતા, 2014 પહેલા નકસલી વિસ્તારમાં બંધારણ ચાલતુ ન હતુ, અમે અર્બન નકસલીઓને પણ ઠેકાણે પાડયા છે.કેટલાક લોકો ઘૂસણખોરોને મદદ કરે છે.

ઘણા લોકોને દેશ તૂટતો રહે છે તેમાં કોઈ ફરક નથી પડતો, નકસલવાદનો ખતમો નહી થાય ત્યાં સુધી જંપીશું નહી, લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, મનભેદ ના હોવો જોઈએ, એકએક ઘૂસણખોરોને બહાર કાઢવાના છે.
જયાં સુધી દેશમાંથી આતંકવાદ મુકત નહી થાય ત્યાં સુધી અટકીશું નહી, આ લોહપુરુષનું ભારત છે જયાં સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નથી, 2014 પહેલા 114 જિલ્લાઓ માઓવાદીની ચપેટમાં હતા, પહેલા શાસન-પ્રશાસન નકસલવાદ સામે નમી જતુ હતુ.

ઘણા લોકોને દેશ તૂટતો રહે છે તેમાં કોઈ ફરક નથી પડતો, નકસલવાદનો ખતમો નહી થાય ત્યાં સુધી જંપીશું નહી, લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, મનભેદ ના હોવો જોઈએ, એકએક ઘૂસણખોરોને બહાર કાઢવાના છે. દેશની સુરક્ષાને મોટુ જોખમ ઘૂસણખોરોથી પણ છે, છજજ પર પ્રતિબંધ લગાડવા ઘણા ષડયંત્રો પણ કરાયા છે, અમે દેશને વેચવાની રાજનીતિને ખતમ કરી છે, કોંગ્રેસે બાબા સાહેબ સાથે શું કર્યુ તે બધાને ખબર છે, પહેલા નકસલીઓ રોડ પણ બનવા દેતા ન હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરદાર વલ્લભાઈની પ્રતિમાને પુષ્પાજંલિ આપી. ગુજરાતના કેવડિયામાં એકતા નગર ખાતે આજે રાષ્ટ્રીય એકતા દિવસને લઈને ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિના મુખ્ય માર્ગ પર એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિલ્હીમાં યોજાતી પરેડની જેમ એકતા પરેડમાં વિવિધ રાજ્યોના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત દેશની સેનાના ત્રણેય દળો ફલેગ માર્ચ યોજી હતી.

ઙખ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરદારની પ્રતિમાના શુદ્ધ જળ અર્પણ કર્યું. ત્યારબાદ ફુલોથી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી બે હાથ જોડી નમન કર્યા. પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ઙખ મોદી આજે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી અને એકતા દિવસ પર પરેડ નિહાળી હતી. આ પરેડમાં પ્રથમવાર સશસ્ત્ર દળોના ટેબ્લો રજૂ કર્યા. 10 રાજ્યોની વિશેષતા,સિદ્ધિના ટેબ્લો રજૂ કરાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement