For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝૂકેગા નહીં...પુષ્પા-2, વડાપ્રધાનના પોસ્ટરવાળી પતંગના પેચ જામશે

04:34 PM Jan 10, 2025 IST | Bhumika
ઝૂકેગા નહીં   પુષ્પા 2  વડાપ્રધાનના પોસ્ટરવાળી પતંગના પેચ જામશે

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભુલકાઓ અત્યારથી જ દોરીને માંજા પાઇ અને પેચ લગાવી રહ્યા છે. બાળકોનો આનંદ સાતમાં આસમાને અત્યારથી જ જોવા મળી રહ્યો છે. બજારમાં આ વર્ષે બોલિવૂડ થીમ પરની પતંગોનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભારતીયો જે ફિલ્મ જોવા માટે રીતસરની પડાપડી કરી હતી તે પુષ્પા-2 ફિલ્મની પતંગોની માંગ બજારમાં વધી ગઇ છે.

Advertisement

બજારમાં હાલ પુષ્પા-2, સ્ત્રી-2 અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરવાળી પતંગ ખૂબ વેચાઇ રહી છે. બજારમાં પાંચ પતંગનો જોટો રૂ.600 સુધીમાં વેંચાઇ રહ્યો છે. રાજકોટની સદર બજાર પતંગ અને દોરાનો સ્ટોક આ વર્ષ ઓછો હોવાથી ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. છતા પણ લોકોની માંગ ઘટી નથી. બાળકો માટે કાર્ટુનવાળી પતંગો પણ બજારમાં મળી રહી છે. બજારમાં 6 તાર, 9 તાર, 12 તારવાળી ફીરકીઓ મળી રહી છેે. જેનો ભાવ રૂા.2500થી વધુ બોલાઇ રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ ખરીદી તો છે પણ જે માહોલ હોય તેવો દેખાતો નથી. પરંતુ અંતિમ બે-ત્રણ દિવસમાં ખરીદી સૌથી વધારે રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement