નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જના આઇ.જી. બનશે?
ગુજરાતમાં વર્ષ 2022 માં ગૃહ વિભાગમાં એટલેકે પોલીસ બેડામાં મોટા ધરખમ ફેરફારો થયા હતા અને ત્યારબાદથી અત્યાર સુધી એવા ફેરફારો જોવા નથી મળ્યા. જોકે હવે ગુજરાત પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે હવે મોટા ફેરફારો જોવા મળશે. કેમકે રાજ્યના DGP 30 જૂને નિવૃત થઈ રહ્યા છે બીજી તરફ રાજ્યમાં સૌથી મોટી કામગીરી કરનારી ટિમ SMC માં પણ કેટલાક અધિકારીઓ નિવૃત થઇ રહ્યા છે જોકે એ પોસ્ટિંગ માટે હાલમાં લોબિંગ પણ શરુ થઇ ચૂક્યું છે.
ગુજરાતમાં પોલીસ બેડામાં ચાલુ વર્ષે 5 IPS અધિકારી નિવૃત થઇ રહ્યા છે જોકે બીજી તરફ DYSP અને ACP કક્ષાના પણ અમુક અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે. જેને લઈને રાજ્યના પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત કેડરના IPS અધિકારીઓ જે દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમાંથી કોઈ અધિકારીને પરત લાવવામાં આવશે પરંતુ એ શક્યતા જો અને તો પર છે બીજી તરફ ગુજરાત રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાય આગામી 30 જૂને નિવૃત થઇ રહ્યા છે. પરંતુ ગૃહ વિભાગમાં એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે વિકાસ સહાયએ તેમના કાર્યકાળ દરમિયાન તેમની સાફ છબી, નિર્વિવાદિત અને દરેક કેસમાં યોગ્ય તપાસના કારણે કદાચ તેમને સરકાર 6 મહિનાનું એક્સટેન્શન આપી શકે છે.
જોકે હાલમાં રાજ્યના DGP તરીકે તેમની જગ્યાએ ચર્ચિત નામોમાં નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ બે માંથી એકને બનાવાય તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં દરેક જગ્યાએ રેડ અને બુટલેગરોને હંફાવી નાખનાર સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા 31 મે એ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અધિક પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી શકયતા છે. જ્યારે ગુજરાતમાં દારૂૂ - જુગાર તેમજ અન્ય ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ડામવાની જવાબદારી સ્ટેટ મોનિટરિંગ સેલના શીરે છે. તેમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા અને ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ સાફ છબી ધરાવે છે. જેના કારણે છેલ્લા 3 વર્ષથી સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન્ડ આ બંને અધિકારીના હાથમાં જ છે.