રાજકોટમાં ભાજપ સામે NCP લડશે?
- રૂપાલા સામે કોઈ ‘માથું’ નહીં મળતા કોંગ્રેસ શરદ પવાર જૂથને શરણે, ચંદુ વઘાસિયાને તાબડતોબ પ્રદેશ પ્રમુખ બનાવી નામ રજૂ કરી દેવાયું
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ભાજપે ગુજરાતની 26માંથી 22 બેઠકોના અને કોંગ્રેસે સાત ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોવાથી રાજકોટ સહિતનીકેટલીક બેઠકો ઉપર કોંગ્રેસને ઉમેદવારો મળતા નહીં હોવાથી રાજકોટની બેઠક ‘ઈન્ડિયા’ ગઠબંધનના ભાગીદાર પક્ષ શરદ પવાર એન.સી.પી.ને ધરી દેવા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યાનું એન.સી.પી.ને ધરીદેવા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યાનું અને શરદપવાર એનસીપીએ રાજકોટના ઉમેદવાર તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાનું નામ મુક્યું હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આધારભૂત રાજકીય સુત્રોમાંતી જાણવા મળતી વિગત મુજબ બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયેલા ચંદુભાઈ વઘાસિયા પાસેથી એનસીપી હાઈકમાન્ડ દ્વારા તાબડતોબ બાયોડેટા મંગાવવામાં આવ્યો છે. અને ચંદુલાલને મુંબઈ ખાતે એનસીપીની વડી કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવ્યા છે.
ચંદુભાઈ વઘાસિયા અગાઉ 2007માં ગોંડલ ધારાસભા બેઠક ઉપર એનસીપીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને જયરાજસિંહ જાડેજાને હરાવી જાયન્ટ કિલર બન્યા હતાં.છેલ્લા કેટલાક સમયથી ચંદુલાલ વઘાસિયા કોંગ્રેસમાં સક્રિય હતાં પરંતુ બે દિવસ પહેલા જ ફરી શરદપવાર એનસીપીમાં જોડાયા હતાં અને ગઈકાલે સાંજે જ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા છે. સાથો સાથ રાજકોટ લોકસભા બેઠક માટે શરદપવાર જૂથે દાવોgujarat news પણ કરી દીધો હોવાનું જાણવા મળે છે.ચંદુભાઈ વઘાસિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીને મે મારી વિગતો પહોંચાડી છે અને રાજકોટ બેઠક ઉપર ટિકિટ આપે તો લડીલેવાની પણ મારી તૈયારી છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાને આ અંગે પુછતા તેમણે આવી કોઈ વાતની પોતાને જાણ નહીં હોવાનું જણાવી આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ હતું.