ચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાં
નિ:શુલ્ક હોવા છતાં મુસાફર મહિલાઓ પાસે રૂા.5-10 વસૂલવાનું શરૂ કરતા દેકારો, ફરિયાદો કરી તો બંધ કર્યુ અને બપોર બાદ ફરી વસૂલ્યા, મહિલા મુસાફરો સાથે સંચાલકો ઉદ્ધતાયભર્યુ વર્તન કરતા હોવાની દંપતીની ફરિયાદ
રાજકોટ બસપોર્ટમાં મહિલા યુરિનલમાં નિ:શુલ્ક હોવા છતા દાદાગીરી સાથે ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે અને હાજર સ્ટાફ દ્વારા ઉદ્ધતાયભર્યું કરવામાં આવી છે.
મુસાફર દંપતિએ કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તારીખ 03/08/2025, રવિવારના રોજ હું અને મારી પત્ની રાજકોટમાં ૠજજજઇની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવ્યા હતા. સવારે અંદાજે 11 વાગ્યે અમે રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પર પહોચ્યા હતા અને ત્યા ફ્રેશ થવા માટે વોશરૂૂમમાં ગયા ત્યારે યુરિનલના સ્ટાફ દ્વારા મહિલા યુરિનલ માટે રૂા.5/- ની માંગણી કરવામાં આવી હતી.
જ્યારે અમે સૂચન પાટ પર યુરિનલ ચાર્જ - રૂા.0 લખેલું બતાવ્યું, ત્યારે સ્ટાફે અમને જવાબ આપ્યો કે એ ભલે લખેલુ રહ્યુ તોપણ ચાર્જ લાગશે જ, રૂા.5/- આપ્યા વગર નહિ જવા મલે, નહિ તો તમે અહિથી નિકળી જાઓ. અમે જણાવ્યુ કે અમે રુપિયા નહિ આપીએ, જો તમને રુપિયા જોઇતા હોય તો બોર્ડ લગાઓ તો જાણે કોઈપણ જાતનો ડર ના હોય એમ સ્ટાફે દાદાગીરીથી અયોગ્ય ભાષામાં બત્તમીજી સાથે દરવાજા તરફ હાથ આડો રાખતા કહ્યું કે હવે તમને નહિ જવા દઉ, ચાલો અહીંથી, નહીં કરવા દઈએ યુરિનલ. જ્યારે અમે કહ્યું કે અમે ફરિયાદ કરીશું. ત્યારે સ્ટાફે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો જે કરવુ હોય તે કરો અહિયાથી ચાલ્યા જાઓ. આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરીથી કોઈપણ ડર વગર ખુલ્લો જવાબ આપવામા આવ્યો.
આવો અભદ્ર વર્તન જોઈને અમે ત્યાં હાજર ડીપાર્ટમેંટ ઓફિસર પાસે ફરિયાદ કરી. તેમણે તાત્કાલિક યુરિનલ સ્ટાફ પાસે જઈ તેમને ખખડાવ્યુ અને કહ્યું કે હવેથી કોઈપણ મહિલાથી ચાર્જ ન લેતો, નહીં તો કડક કાર્યવાહી થશે. અને સ્ટાફ પાસે અમારાં તેમજ અન્ય મહિલાઓના પૈસા પણ પાછા કરાવ્યા.પરંતુ ખૂબ નિરાશાજનક રીતે, જયારે અમે સાંજે 7:00 વાગ્યે પાછા બસ સ્ટેન્ડ પર આવ્યા, ત્યાં ફરીથી એ જ દ્રશ્ય જોવા મળ્યું. સ્ટાફ ફરીથી યુરિનલ માટે મહિલાઓ પાસેથી રૂા.5/- થી રૂા.10/-સુધી ચાર્જ ઉઘરાવી રહ્યો હતો.
મારી પત્નીએ અને મેં મહિલાઓને સમજાવ્યું કે યુરિનલ ફ્રી છે, પૈસા ન આપો, ત્યારે ઘણી મહિલાઓએ કહ્યું કે જો પૈસા ન આપીએ તો અંદર જવા ન દે, બેહદ બેદરકારીથી બોલે છે, અને કાઢી મુકે છે. મારા પત્નીએ ફરીથી તેમના પૈસા પરત કરાવ્યા અને ત્યાં ઊભા રહીને અન્ય મહિલાઓના પૈસાં પણ પરત કરાવ્યા. રાત્રે 10:00 વાગ્યે. જ્યારે સ્ટાફ બદલાયો હતો અને મહિલાઓ પાસેથી રૂા.5 થી રૂા.10/- વસુલાઈ રહ્યા હતા તેમજ દાદાગીરીથીના આપનારને પરત મોકલાતાં હતા. આ એકદમ ગંભીરબાબત છે.