રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સીમમાં સૂતેલા બાળક ઉપર જંગલી શિયાળે કરેલો હુમલો

01:24 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચુર ગામે ગત રાત્રે સીમ વિસ્તારમાં સુતેલા એક આદિવાસી બાળક ઉપર જંગલી શિયાળે હુમલો કરી મોઢા ઉપર બટકા ભરી લેતા બાળકને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના ચુર ગામની સીમમાં ખેતી કામ કરી પેટીયુ રળતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ગત રાત્રે સુતો હતો ત્યારે આ પરિવારના બે વર્ષના માસુમ બાળક કિશન સરમા હજનાથ ઉપર જંગલી શિયાળે હુમલો કરી મોઢા ઉપર બટકા ભરી લીધા હતાં.

Advertisement

બાળકે ચીસાચીસ કરી મુકતા પરિવારજનો જાગી ગયા હતાં અને શિયાળને ભગાડી મુકતા બાળકનો બચાવ થયો હતો.ઈજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર ખંભાળિયા હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

Tags :
ChildDwarkadwarka newsfox attackgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement