ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દોરા-ધાગા કરાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઇ

04:00 PM Dec 06, 2025 IST | Bhumika
Advertisement

દોરા-ધાગા બાબતે પતિ ઝઘડો થતા પત્ની ઘરેથી નિકળી ગઇ હતી અને રસ્તા પર એકલી બેઠી હોય જે અંગે જાગૃત નાગરિકે 181ને જાણ કરતા અભયમ ટીમે વ્હારે આવી પત્નીનુ પતિ સાથે મિલન કરાવ્યુ હતું અને મહિલાને અંધશ્રધ્ધામાં ન માનવા અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવા સમજાવવામાં આવી હતી.
મોરબીમાં સિટી સ્ટેશન એક મહિલા રસ્તા પર એકલી બેઠી હોય અને તકલીફમાં હોવાથી મદદની જરૂર હોય જાગૃત નાગરિક દ્વારા 181માં કોલ કરી જાણ કરતા 181ના કાઉન્સેલર સેજલ પટેલ મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન પાયલોટ રસિકભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા 181 ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ સાથે અલગ રહે છે .

Advertisement

પતિ સાથે ઝઘડો થયેલ તેથી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા પાસેથી તેમના ઘરનું સરનામું મેળવી તેમના ઘરે ગયેલ તેમના પતિ સાથે વાતચીત કરતા જણાવેલ તેમની પત્નીને થોડા વર્ષથી માનસિક રીતે બિમાર હોવાથી ઘરેથી અવાર- નવાર નીકળી જાય છે તેમની સારવાર પણ ચાલુ છે આજે મહિલાએ ભુવા પાસે દોરા ધાગા કરાવવા જવાનુ કહેલ પતિએ ના પાડતા ઝઘડો થયો હતો ત્યારબાદ 181 ટીમે ખોટી અંધશ્રદ્ધામા ન માનવા બાબતે તેમજ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર કરાવવા લાબી સમજાવટ સાથે મહિલા તેમજ તેમના પતિને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલાના પતિને મહિલાનું ધ્યાન રાખવા સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનુ જણાવેલ તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં. મહિલાને સહી સલામત તેમના પતિ સાથે મિલન કરાવનાર 181 ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને તાત્કાલીક મદદ મળે તે માટે 181 હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ભયમ ટીમ દ્વારા અનેક મહિલાઓની વાહરે પહોંચી તેમને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને અનેક દંપતિઓ વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ લાવી દાંપત્ય જીવન તુટતુ અટકાવયું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement