વેલેન્ટાઈન ડે પર પતિને કિડની આપી નવજીવન આપતી પત્ની
આ વાત છે રાજકોટના કૃષ્ણકુમાર સિંગલ અને તેમના પત્ની શાલીનીબેન સિંગલની. કૃષ્ણકુમારભાઈને 2016 થી કિડનીમાં તકલીફ હતી અને 2021 થી ડાયાલિસિસ કરાવતા હતા. પતિની આ પીડા, પત્ની દ્વારા ન જોઈ શકાય અને તેને પોતે પોતાની કિડની પતિને આપવા માટે મનોમન નક્કી કર્યું. ત્યારબાદ તેમણે બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ ગજ્જર નો સંપર્ક કરી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ની બધી માહિતી મેળવી અને પોતે પોતાની એક કિડની પોતાના પતિને આપવા માટે મક્કમ નિર્ણય કર્યો.
સૌરષ્ટ્ર અને કચ્છ વિસ્તારની પ્રથમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડની ટ્રાન્સપ્લાન્ટ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં શ્રી કૃષ્ણકુમાર સિંગલ, 49 વર્ષીયનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને તેમને નવજીવન મળ્યું. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ટ્રાન્સપ્લાન્ટ નેફ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ ગજ્જર અને ડો. દિવ્યેશ વિરોજા અને યુરોલોજી ટીમના ડો. પંકજ ઢોલરિયા, ડો. અમીષ મહેતા, ડો. સુનિલ મોટેરિયા, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. વિવેક જોષી, દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવેલ છે.
કૃષ્ણકુમાર સિંગલને તેમના પત્ની શાલીનીબેનને તેમની કિડની આપીને નિસ્વાર્થ પ્રેમ નું ઉદાહરણ પૂરુ પડેલ છે. તેના વિષે જણાવતા શાલીનીબેન કહે છે કે, મારા પતિના સ્વાસ્થ્ય માટે જો હું કિડની ના આપું તો કોણ આપે? વેલેન્ટાઈન ડે પર પત્ની દ્વારા પતિને આનાથી મોટી કઈ ગિફ્ટ હોઈ શકે. હું અન્ય લોકોને પણ અંગદાન વિષે ગેરમાંન્યતા દુર કરવા અને અંગદાન કરવા પ્રોત્સાહિત કરું છુ.
વધુમાં કૃષ્ણકુમાર અને શાલીનીબેનએ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરતા જણાવેલ છે કે, અમે હોસ્પિટલની સમગ્ર ટીમનો આત્મીયતા પૂર્વકની સારવાર અને સેવા માટે હૃદયપૂર્વક આભાર માનું છુ. ઓપરેશન પછીના સમયમાં અમારી હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખુબજ સારી સારવાર કરવામાં આવી જેથી અમારી રીકવરી ખુબજ સરસ અને ઝડપી થયેલ છે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીને લગતા રોગોની સારવાર માટે હંમેશા મોખરે રહે છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લોકો ને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ખુબજ રાહત દરે પૂરી પાડવા માટે પ્રતિબંધિત છે, તેમ ડો. વિશાલ ભટ્ટ (સી.ઓ.ઓ.) એ જણાવ્યું હતું.