કાલાવડના ખેરડીમાં પ્લોટ ખરીદવા મુદ્દે પત્નીએ પતિ સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધું
કાલાવડનાં ખેરડી ગામે પ્લોટ લેવા મુદે પરણીતાએ પતિ સાથે ઝઘડો કરી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડનાં ખેરડી ગામે રહેતી સોનલબેન કેતનભાઇ બથવાર નામની 40 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા સોનલબેન બથવારને મેટોડામા પ્લોટ લેવો હતો. પરંતુ પતિએ સગવડ નહી હોવાથી પ્લોટ લેવાની ના પાડતા દંપતી વચ્ચે ઝઘડો થતા સોનલબેન બથવારે ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા કોટડા સાંગાણીમા પરીવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા મુકેશ રામશીંગભાઇ બગુલ (ઉ.વ. 4પ) એ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. પ્રાથમીક તપાસમા મુકેશભાઇ બગુલ મુળ મધ્ય પ્રદેશનાં વતની છે. અને તેમને સંતાનમા 3 પુત્ર અને એક પુત્રી છે. પત્ની સંતાનોને લઇને ચાલી જતા મુકેશભાઇ બગુલે ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.