For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડાડુંગરમાં પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું

05:02 PM Apr 15, 2025 IST | Bhumika
માંડાડુંગરમાં પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું

શહેરમા આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમા રહેતી પરણીતાએ પતિ સાથે ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાય હતી.

Advertisement

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમા રહેતી નેહાબેન જેતીષભાઇ ખંડવી નામની 30 વર્ષની પરણીતા બપોરનાં બારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતી ત્યારે પતિ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.

બીજા બનાવમા શહેરની ભાગોળે આવેલા લોધીકાનાં પાળ ગામે રહેતા કરણ હરેશભાઇ વેગડ નામના 33 વર્ષનાં યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાનાં ઘરે હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. યુવકની તબીયત લથડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement