પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદ ખાતે રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો ભાવનગર ખાતે આવતાં ભાવનગરમાં પત્નિને લાગી આવતા તેણે ફ્લેટના સાતમાં માળેથી કુદકો મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાતમાં માળેથી કુદેલી મહીલાને પગ તેમજ હાથના ભાગે ગંભીર ઇંજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
નિલમબાગ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મુળ ભાવનગરના વતની રવીભાઇ ચૌહાણ અને તેમના પત્નિ સોહાનીબહેન અમદાવાદ ખાતે રહેતા અને કોઇ કારણસર તેમની વચ્ચે ઝઘડો થતાં લાગી આવવાના કારણે રવીભાઇએ અમદાવાદ ખાતે આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારના સભ્યો અમદાવાદ ખાતે ગયા હતા અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર ભાવનગર ખાતે કરવાનું નક્કિ થતાં તમામ લોકો ભાવનગર આવ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.
દરમિયાનમાં આ બનાવના કારણે લાગી આવતાં સોહાનીબહેને અક્ષરદીપ કોમ્પલેક્સના સાતમા માળેથી નીચે પડતુ મુકતા આ બનાવના કારણે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી અને ઇજાગ્રસ્ત સોહાનીબહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવના કારણે તેમને હાથ અને પગના ભાગે ગંભીર ઇંજા પહોંચી હતી. પોલીસે નિવેદન લેતા મહીલાએ પતિના અવસાનના કારણે લાગી આગવવાના કારણે તેમણે આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. સાતમાં માળેથી કુદેલી મહીલાનો ચમત્કારીક બચાવ થયો હતો .