For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધું

12:27 PM Jan 23, 2025 IST | Bhumika
રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધું

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. રૂૂપાવટી ગામના સરપંચના પત્નિ, માતાએ ડીડીઓ કચેરીમાં ઝેર ગટગટાવ્યું હતું જેથી તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપસરપંચે કરેલી ઉચાપતની અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા તેની પત્નિ અને માતાએ ઝેર પીધું હોવાનો સરપંચે આક્ષેપ કર્યો હતો.

Advertisement

રૂૂપાવટી ગામના સરપંચ જીજ્ઞેશ હિરપરાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,ઉપસરપંચ હાસમ ઝુસબ શાહ અને એન્જીનિયરએ કરેલા કામ કરતા વધુ કામની એમબી ભરી હતી. તાલુકા કક્ષાની ગ્રાન્ટની 15 ટકા નાણાંપંચની ગ્રાન્ટ હતી તેમાં ઉચાપત કરી હતી. તેની રજૂઆત કરતા ઉપસરપંચ દ્વારા ધમકી અપાતી હતી. ત્યારે ઉપસરપંચ દ્વારા કરાયેલી આ ઉચાપતની રજૂઆતો કરાઇ હતી પરંતુ પોલીસે ધ્યાને લીધું ન હતું. જ્યારે બુધવારે ડીડીઓની ઓફિસમાં તાલુકા ફરિયાદ સંકલનની બેઠક હતી. આ બેઠકમાં રૂૂપાવટી ગામના સભ્ય અને મારા પત્નિ સરોજબેન જીજ્ઞેશભાઇ હિરપરા અને અન્ય એક સભ્ય અને મારા માતા પ્રભાબેન પરસોતમભાઇ હિરપરાએ ઉપસ્થિત રહી રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ જવાબ આપવામાં ન આવતા મારી માતા અને મારા પત્નિએ ઝેર પી લીધું હતું.બાદમાં બન્નેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સરપંચ જીજ્ઞેશભાઇ હિરપરાએ જણાવ્યુ હતુ કે, ઉપસરપંચ દ્વારા દબાણ કરાયું છે તેને દૂર કરવાનો પ્રયાસ કરતા ધમકી અપાઇ છે. જ્યારે ઉચાપતની રકમ મેળવવા માટે પણ ઉપસરપંચે મારી ખોટી સહિ કરી હતી. ડીડીઓને રજૂઆત કરતા તેમના દ્વારા પક્ષપાતભર્યું વલણ દાખવાય છે. જ્યારે ઉપસરપંચ કઇ રજૂઆત કરે તો તરત માની લેવાય છે અને મારી રજૂઆતને ધ્યાને લેવાતી નથી. રૂૂપાવટી ગામનાં સરપંચ જીજ્ઞેશ હિરપરાએ કહ્યું હતું કે, ઉપસરપંચ દ્વારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ખોટી સહી કરાવી મને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયો હતો. ત્યારબાદ ઉપસરપંચે સરપંચના ચાર્જ લઈ લીધો હતો. જો કે, બાદમાં મારા પર હૂમલા કર્યા હતા. હવે હું ફરી સરપંચ બન્યો છું અને દબાણો દૂર કરાવું છું ત્યારે મને ફરી હેરાન કરાઈ રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement