For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉ.ગુજરાત યુનિ.ની 800 કોલેજોમાં પરીક્ષામાં બેફામ ગેરરીતિ

04:36 PM Apr 05, 2025 IST | Bhumika
ઉ ગુજરાત યુનિ ની 800 કોલેજોમાં પરીક્ષામાં બેફામ ગેરરીતિ

24થી વધુ વીડિયો પુરાવા હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો દાવો: અનેક કોલેજો કોમ્પલેકસમાં ધમધમે છે, યુજીસીના નિયમોનો ઉલાળિયો

Advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેપરલીક ઘટનાઓ સમાચાર અવાર-નવાર સામે આવે છે. ફેબ્રુઆરી મહિનામાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-1નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી એક સંસ્થામાં સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા સાહિત્ય આપી ગેરરીતિ કરાવવામાં આવતી હોવાના યુવરાજ સિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં એક કહેવત છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે. જે લગતું ગુજરાતમાં નકલથી નકલી સુધીનું ચાલી રહ્યું છે. શિક્ષણના વિદ્યા સંકુલ એ વેપારનો અડ્ડો બની ગયો છે. HNGU યુનિવર્સિટી હેઠળ આવતી એક સંસ્થાના પેપરોમાં ગેરરીતિ, ચોરી અને નકલ સામે આવી છે. મારી પાસે 24 વીડિયો છે, જેમાં ઉમેદવારોને ત્યાંના સંસ્થાના સંચાલકો અને વહીવટદારો દ્વારા સાહિત્ય આપવામાં આવે છે. સંચાલકો દ્વારા વોટ્સએપ ચેટ દ્વારા પ્રશ્નોનું માહિતી આપવામાં આવી હતી, જે ટાઇમ ટેબલ પ્રમાણે અગાઉ જ વોટ્સએપમાં પેપર આપી દેવામાં આવ્યું હતું. HNGU ની પ્રાંતિજની એક્સિપિરિમેંટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં સંચાલકો દ્વારા નકલ આપવામાં આવી અને વિદ્યાર્થીઓમાં મોબાઈલ અઈં - આર્ટિફિસલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપતા હતા. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના લોકો દ્વારા આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરવાનો કીમિયો કરવામાં આવ્યો હતો અને HNGU યુનિવર્સિટી હેઠળની 800 કોલેજ દ્વારા આજ રીતે પરીક્ષાઓ ચાલે છે.
ઞૠઈના નિયમો તોડી કોલેજો ચલાવવામાં આવે છે. ઘણી કોલેજો કોમ્પલેક્ષમાં ચલાવવામાં આવે છે અને નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવે છે. યુવરાજ સિંહે માંગણી કરી કે ઇંગૠઞની પ્રાંતિજની આ કોલેજ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે અને તેના ઈઈઝટ જાહેર કરી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. ખઈઊની પરીક્ષા જ્યાં જ્યાં લેવામાં આવી તેની માહિતી પણ જાહેર કરવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement