સિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મસમોટા કૌભાંડ : કોંગ્રેસ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલ માં થતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે યોગ્ય પગલાં ભરવાની કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે જણાવેલ કે, છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ માં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તે હવે જગ જાહેર છે અને આ ભ્રષ્ટાચાર ઉજાગર કરીને વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર નીંભર બનીને તમાશો જોઈ રહ્યું હોય તેમ લાગે છે મસ મોટા કૌભાડો સિવિલ માં જોવા મળી રહ્યા છે. હાલમાં જ સાહસ અને સાહસ ગ્રૂપ દ્વારા 30 લાખ નો ચૂનો સિવિલ હોસ્પિટલને લગાડવામાં આવ્યો છે આ ગ્રુપનું ધોબી કામનું ટેન્ડર પાસ ન થતા સિવિલ હોસ્પિટલના વોશિંગ માટે આપેલા કપડાં આશરે 30 લાખ ના હોય જે હજુ સુધી હોસ્પિટલ ને પરત કરેલ નથી ને આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ બધું મીલીભગત હોય શકે.
આ ઉપરાંત સિવિલના ફાયર સેક્ટી નું કરોડો રૂૂપિયાનું કૌભાંડ થયેલ હતું જેની પણ તપાસ માંગવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈજ પગલા લેવામાં આવ્યા નથી અને થોડા સમય પહેલા રાજકોટ સિવિલ અધ્યક્ષની ખાનગી હોસ્પિટલ અંગે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેમનું નામ મોટા અક્ષરોએ બહાર લાગેલ હતું જે વિરોધ થતા હટાવી લેવામાં આવેલ પરંતુ હાલ ફરીથી એજ નામ ત્યાં જોવા મળી રહ્યું છે જે સીધું જ લંકા ઉપજાવે છે કે આ ખાનગી હોસ્પિટલમાં સિવિલ અધ્યક્ષની ભૂમિકા હોય શકે.
એ આર સી નું ટેન્ડર 2021-220માં કરવા માં આવેલ હતું તે ટેન્ડર ની મુદત માં વધારો કરી આપવા આવીયો તો તેમજ તેને કરેલી કામગીરી ના સર્ટિફેક્ટ સાચા છે કે ખોટ તે વેરિફિકેશન અને તે સાચી છે કે ખોટી તે આજદિન સુધી થયુઉં નથી અને અને બિલ સાચું છે કે ખોટું તેની પણ ચકાસણી તે નથી અને જે કરોડો રૂૂપિયા ના બિલ ચુકવણા થે જે કામ ના તે કામ થઈયુ છે કે કેમ તે પણ ચકાસવા માં આવેલ નથી તેમજ તેના સિવિલ સર્જન બદલવાની સાથે તે બિલ પેન્ડિંગ અને સગે વગે કરી દેવા માં આવેલ છે તો અમે આમાં બધા માં વીજલેન્સ તપાસ કરવા ની માંગ કરી રહિયા છી વધુમાં બાડી રહી જતી એમ્સ હોસ્પિટલ પણ ભ્રષ્ટાચાર કરી રહી છે.