રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાંચ-પાંચ વર્ષથી લોકોને વેરા બિલ કેમ નથી મળતા: સ્ટેન્ડિંગમાં સભ્યોનો બળાપો

05:57 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરામાંથી ઉભી કરવામાં આવે છે. છતાં દર વર્ષે 30 ટકાથી વધુ મિલ્કત ધારકો વેરો ભરપાઈ કરતા નથી. આથી મનપા દ્વારા રિકવરી ઝુંબેશ હાથ ધરી મિલ્કત સીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી કરાય છે. પરંતુ જાન્યુઆરી માસમાં ડોર ટુ ડોર બીલીંગની કામગીરી અસરકારક ન થતા અનેક મિલ્કત ધારકોને બીલ ન મળવાથી વ્યાજ ચડી જતું હોય બાકીના વર્ષોમાં વેરો ભરતા નથી જેની વોર્ડવાઈઝ ફરિયાદો ઉઠતા ગઈકાલે બજેટની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યોએ બજેટની ચર્ચા ઉપરાંત ડોર ટુ ડોર બીલની બજવણી કેમ થતી નથી તેમ કહી બળાપો વ્યક્ત કર્યો હતો.

Advertisement

શહેરમાં આવેલ 5.30 લાખ મિલ્કત પૈકી માત્ર ત્રણ લાખથી વધુ મિલ્કત ધારકો સમયસર વેરો ભરપાઈ કરી રહ્યા છે. માર્ચ માસ દરમિયાન વેરાવળતર યોજનાનો એક લાખથી વધુ લોકો દર વર્ષે લાભ લેતા હોય છે. પરંતુ આ પ્રકારના પ્રમાણીક કરદાતાઓને પણ અન્યાય થતો હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેટરોને મળેલ ફરિયાદ મુજબ દર જાન્યુઆરી માસમાં મનપા દ્વારા ડોર ટુ ડોર વેરાબીલની બજવણી કરવામાં આવતી હોય છે. ખાનીગ એજન્સીઓ દ્વારા ભાવ વધુ લેવાતો હોવાનું બહાનું આગળ ધરી વેરાવિભાગે પોસ્ટઓફિસ મારફતે ઘરે ઘરે વેરાબીલ પહોંચતા કરવાનું કામ ચાલુ કર્યુ છે. પરંતુ સમયસર બીલ ન મળતા હોવાની અને અમુક લોકોને બીલ જ ન મળ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પ્રમાણીક કરદાતાઓ ક્યારે પણ મિલ્કત વેરામાં વ્યાજ ચડત થાય તે સ્વીકારી શકતા નથી. તેઓ સમયસર બીલ ભરપાઈ કરતા હોય છે. પરંતુ બીલ ન મળવાના કારણે તેમજ ઓનલાઈન બીલ જનરેટ કરવાની માહીતી ન હોય તે પ્રકારના મિલ્કત ધારકો બીલની રાહમાં વ્યાજનો ભોગ બની રહ્યા છે. પરિણામે અન્ય બાકીદારોની માફક તેઓ પણ વ્યાજ સહિતનું બીલ ભરતા નથી. સુત્રોના જણાવ્યા મુજબ અનેક મિલ્કત ધારકોને છેલ્લા પાંચ વર્ષથી વેરાબીલ મળ્યા નથી. આથી તેઓએ વેરો ભરપાઈ કરેલ ન હોવાથી મનપાની વેરાની આવકમાં ગાબડું જોવા મળી રહ્યું છે. ગઈકાલે બજેટની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પ્રજાલક્ષી કામોની સાથો સાથ અમુક કોર્પોરેટરોએ ડોર ટુ ડોર બીલીંગની બજવણી થતી ન હોવાનું બળાપો ચેરમેન સમક્ષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળેલ છે. તેઓએ જણાવ્યા મુજબ મનપા કાર્યક્રમો તેમજ અન્ય કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જેની સામે મનપાની કરોડ રજુ સમાન વેરાની આવક વધારવામાં ધ્યાન આપતી નથી. ફક્ત મામુલી રકમમાં ડોર ટુ ડોર બીલની બજવણી કરનાર એજન્સીનું બીલ હવે વધુ લાગી રહ્યું છે. આથી આગામી વર્ષે જાન્યુઆરી માસથી જ તમામ મિલ્કત ધારકોને ઘરે ઘરે મિલ્કત વેરાબીલ મળે તેવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ તેવી માંગ કરી હતી.

પ્રામાણિક કરદાતાઓમાં થશે ઘટાડો
મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર મિલ્કત વેરા બીલની બજવીણીમાં ઠાગાઠૈયા થતા હોવાની ફરિયાદ સ્ટેન્ડીંમાં ઉઠવા પામી છે. અને સાથો સાથ પ્રમાણીક કરદાતાઓને અન્યાય થતો હોવાનો સુર ઉઠ્યો છે. કારણ કે, દર વર્ષે માર્ચ માસથી શરૂ થતી વેરા વળતર યોજનાનો લાભ એક લાખથી વધુ મિલ્કત ધારકો લઈ રહ્યા છે. પરંતુ સમયસર બીલ ન મળવાના કારણે વ્યાજ ચડત થઈ જતાં પ્રમાણીક કરદાતાઓ પણ આળસ કરવા લાગ્યા છે. અને અન્ય બાકીદારોની માફક જોયુ જ હશે તેમ વીચારી બીલ ચડત થાય તો પણ મિલ્કત વેરો ભરપાઈ કરતા નથી આથી જો આજ રીતે સમયસર લોકોને મિલ્કત વેરાબીલ નહીં મળે તો પ્રમાણીક કરદાતાઓમાં ઘટાડો થશે તેવી ભીતી પણ વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement