રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપામાં સેક્રેટરીનો મોહ કેમ છૂટતો નથી...?: ચકચાર

12:26 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મનઘડત વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. સરકારી નીતિ નિયમનો રીતસર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.
લાખો રૂૂપિયાના ખર્ચાઓ બારોબાર કરવામાં આવી રહ્યા છે. તેનો ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી નિવૃત્ત થયા પછી સતત તેની મુદ્ત વધારવામાં આવી રહી છે.

Advertisement

સરકારની કોઈપણ મંજુરી વગર આ નિમણૂક કોન્ટ્રાક્ટ પ્રથાથી આપવામાં આવી રહી છે, જો કે આ સદંતર ગેરકાયદે કૃત્ય અને સફેદ પોશાકધારીના આદેશથી થઈ રહ્યો છે.જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી અશોકભાઈ પરમાર ત્રણેક વર્ષ પહેલા નિવૃત્ત થયા છે. એ પછી તરત જ અન્યને નિમણૂક આપના બદલે સત્તાપક્ષ દ્વારા અશોક પરમારને યેનકેન પ્રકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવામાં આવ્યા હતાં જેની મુદ્ત છ માસની હતી. આ પછી પાંચથી છ વખત છ માસની મુદ્ત વધારવામાં આવી છે. નિવૃત્ત કર્મચારીને નોકરીમાં રાખવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે. આમ છતાં સરકારના આદેશનો પણ સ્ટેન્ડીંગ કમિટીએ ઉલાળિયો કરી માનીતા અને ’વહીવટ’માં માસ્ટરી ધરાવતા અશોક પરમારને સતત નિમણૂક આપી છે.

ગત્ સ્ટેન્ડીંગ કમિટીમાં કરોડો રૂૂપિયાના કામોને મંજુરી આપવામાં આવી હતી. તેમાં ચાર દરખાસ્તો અધ્યક્ષ સ્થાને એટલે કે ચેર ઉપરથી રજૂ કરવામાં આવી હતી. તેમાં પણ સેક્રેટરી નિમણૂક માટેનો ક્યાંય ઉલ્લેખ એજન્ડામાં લખવામાં આવ્યો નથી. આમ છતાં આ બેઠકમાં સેક્રેટરીની મુદ્ત છ માસ વધારી દેવામાં આવી છે. તેની નોંધ સીધી જ મિનિટ્સમાં કરી આપવામાં આવશે. આમ પાછલા બારણે સંપૂર્ણ વહીવટ થયા છે.

અગાઉની સામાન્યસભામાં વિપક્ષના આનંદ રાઠોડે તો એવો કટાક્ષ કર્યો હતો કે સેક્રેટરીને આજીવન નિમણૂક આપી દેવી જોઈએ.સરકારી કચેરીમાં અધિકારી-કર્મચારી નિવૃત્ત થતા રહેતા હોય છે, પરંતુ કોઈપણ કારણોસર જામનગર મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો સેક્રેટરીને છોડવા માંગતા નથી.શા માટે ભાજપને વ્યક્તિગત પ્રેમ ઉભરાઈ રહ્યો છે તે સમજાતું નથી, જો કે સેક્રેટરી અશોક પરમાર ’વહીવટ’માં કુશળતા ધરાવે છે. કદાચ તેનો લાભ લેવાનો ઉદ્દેશ્ય હોઈ શકે.બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે સેક્રેટરી કાર્લાયનો સ્ટાફ આ સતત ગેરકાયદે સરની નિમણૂકથી નારાજ છે, પરંતુ સત્તા પક્ષ પાસે તેનું કશું ઉપજતું નથી.એક સફેદ વસ્ત્રધારી નેતાની કૃપાથી આ ગેરકાયદે નિમણૂક થઈ રહી છે. આમ સ્ટેન્ડીંગ કમિટીનો વહીવટ ચર્ચાને ચકડોળે ચડ્યો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement