રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘તું ફ્રૂટ કેમ સસ્તામાં વેચે છે?’ તેમ કહી યુવાન ઉપર હરીફ ધંધાર્થી બંધુનો હુમલો

01:34 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં ફ્રુટના ધંધાર્થી બંધુએ યુવકને ‘તું ફ્રુટ કેમ સસ્તામાં વેંચે છે?’ તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોર બન્ને શખ્સોએ રૂપિયા 1800ની લુંટ ચલાવ્યાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલમાં રહેતા જલ્પેશ ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.35) નામનો યુવાન બપોરના અરસામાં માંડવી ચોકમાં ફ્રુટની લારી લઈને ઉભો હતો ત્યારે ફ્રુટના હરિફ ધંધાર્થી મુકેશ નાનજી મકવાણા અને તેના ભાઈ ભાવેશ મકવાણાએ ‘તું ફ્રુટ કેમ સસ્તામાં વેંચે છે?’ તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હુમલાખોર બન્ને શખ્સોએ રૂા.1800ની લુંટ ચલાવી હોવાનું ઈજાગ્રસ્ત જલ્પેશ ચાવડાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement