તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું... ગુનો શું ? : આદિત્ય ઠાકરે
T 20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવાના ICC ના નિર્ણય સામે શિવસેના (ઞઇઝ) ના નેતા આદિત્ય ઠાકરેન પેટમાં તેલ રેડાયું છે. અને દરેક ફાઈનલ અમદાવાદમાં જ કેમ રમાડવામાં આવે છે તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આગામી T 20 વર્લ્ડ કપ ફાઇનલ અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (UBT) પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને, ઠાકરેએ પ્રશ્ન કર્યો કે દરેક મોટી મેચની ફાઇનલ અમદાવાદમાં કેમ સતત યોજવામાં આવે છે.
ઠાકરેએ જણાવ્યું હતું કે અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ કપ ફાઇનલનું આયોજન કરી ચૂક્યું છે, અને ICC એ અન્ય પરંપરાગત ક્રિકેટ સ્થળો પર પણ વિચાર કરવો જોઈએ. તેમણે લખ્યું કે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, T 20 વર્લ્ડ કપ ફાઇનલ માટે સૌથી યોગ્ય સ્થળ છે. તેમણે 2011 ના વર્લ્ડ કપ ફાઇનલને યાદ કરતા કહ્યું કે વાનખેડે સ્ટેડિયમે વિશ્વના સૌથી યાદગાર ક્રિકેટ ફાઇનલમાંના એકનું આયોજન કર્યું હતું.
આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું, ‘અમદાવાદમાં દરેક ફાઇનલ યોજવાનો શું અર્થ છે? શું આ એક પરંપરાગત ક્રિકેટ સ્થળ રહ્યું છે? મુંબઈ કેમ નહીં? વાનખેડે શ્રેષ્ઠ વિકલ્પ છે. મને આશા છે કે ICC રાજકારણ અને પક્ષપાતમાં સામેલ ન થાય.’ તેમણે એમ પણ કહ્યું કે ઈડન ગાર્ડન્સ (કોલકાતા), એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નાઈ) અને આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ (મોહાલી) જેવા પ્રતિષ્ઠિત મેદાનો પણ T 20 વર્લ્ડ કપ ફાઇનલનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ઠાકરેએ આરોપ લગાવ્યો કે પક્ષપાતમાં અચાનક વધારો થવાથી પરંપરાગત ક્રિકેટ શહેરો સાથે અન્યાય થઈ રહ્યો છે.