For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતને લાગી કોની નજર, 6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇ

04:22 PM Jun 13, 2025 IST | Bhumika
ગુજરાતને લાગી કોની નજર  6 મોટી દુર્ઘટનામાં 484 જિંદગી હોમાઇ ગઇ

સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી અમદાવાદની વિમાન દુર્ઘટના સુધીની ગોઝારી ઘટનાઓથી અનેક પરિવારોને મળ્યા આજીવન રૂઝાય નહીં તેવા ‘ઝખમ’

Advertisement

ગુજરાતને જાણે કોઇ નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા પાંચ વર્ષમા બનેલી છ ગોઝારી ઘટનામા કુલ 484 જીંદગી હોમાઇ ગઇ છે. ગુજરાતમા 2019મા સુરતમા તક્ષશિલા કલાસીસમા લાગેલી આગમા 22 વિધાર્થીઓ જીવતા ભૂંજાઇ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મુકયુ હતુ પરંતુ જવાબદારોએ કોઇ બોધપાઠ લીધો નહીં અને 30 - ઓકટોબર 2022 નાં રોજ મોરબીનો જુલતો બ્રિજ તુટી પડતા 135 નિર્દોષ જીંદગી હોમાઇ ગઇ હતી.

ત્યારબાદ 2024માં વડોદરાનાં હરણી તળાવ તથા રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ પણ સર્જાયા. લોકોનો ભોગ લેવાતો ગયો અને સરકારો કામ કરતી રહી પરંતુ જે લોકોએ સ્વજનો ગુમાવ્યા તેમના માટે આજીવન ‘ઝખમ’ રહી ગયા.ગુજરાતને છેલ્લાં કેટલાક સમયથી હૈયુ હચમચાવી દે તેવી દુર્ઘટનાઓનું ભોગ બનવું પડી રહ્યું છે. કેટલીકવાર એ કુદરતી આપત્તિ હોય કે ક્યારેક માનનિર્મિત દુર્ઘટના હોય. પણ સંખ્યાબંધ લોકો, જીવલેણ દુર્ઘટનાના ભોગ બનીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સરકાર કે સત્તા વળતર આપીને છુટી થઈ જતી હોય છે. પરંતું જેમણે પોતાના સ્વજનો આવી દુર્ઘટનામાં ગુમાવ્યા છે, તેમનું દર્દ ક્યારેય ઓછું થઈ શક્તુ નથી.
ક્યાંક બેદરકારી છે, તો ક્યાંક સરકારી નિયમોની લીપાપોતી છે. તો ક્યાંક વગદારોની મનમાની પણ છે. ક્યાંક મોટા લોકોની મનમાની કામ કરે છે. સરવાળે તમારા મારા જેવા પરિવારજનોને ભોગ બનવાનું આવે છે.
આજે પણ તક્ષશીલા ટ્યુશન ક્લાસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોની મરણ ચીચીયારી આજે પણ ભૂલી શકાતી નથી.

Advertisement

તક્ષશિલા ઘટના બની હતી ત્યારે સંયોગવશ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂૂપાણી જ હતા, આજે જેમણે જીવ ગુમાવ્યો છે. પરંતુ ગુજરાત સતત આવી ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. ગુજરાતની ધરતી લોહીથી ખરડાઈ રહી છે. નિયમિત રીતે આ ઘટના બની રહી છે. આ ઉપરાંત ભૂકંપ અને બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓનુ પણ સાક્ષી આ ધરતી રહી છે.

તક્ષશિલા અગ્નિકાંડ-22 મોત
24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 6 વર્ષ પૂર્ણ થયાં છે. જોકે, આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી.

મોરબીકાંડ-135 મોત
તા. 30 ઓકટોબર - 2022 નાં રોજ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

વડોદરા બોટકાંડ-14 મોત
18 જાન્યુઆરી, 2024 ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

રાજકોટ ગેમ ઝોન આગકાંડ-27 મોત
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ 25 મે, 2024 ના રોજ બન્યો હતો. આ અગ્નિ કાંડમાં 27 લોકો તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના ઉગઅ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ડીસા ફટાકડા ફેકટરી વિસ્ફોટ - 22 મોત
1 એપ્રિલ 2025 ના રોજ ડીસા નજીક ફટાકડા ફેકટરીમા બ્લાસ્ટ થતા પરપ્રાંતિય 22 મજુરોનાં મોત થયા હતા

અમદાવાદ: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ
રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર 241 મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયો છે. પરંતુ મોતનો આંકડો 260 થી વધુએ પહોંચ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement