રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેને જવાબ જોઈતો હોય તે સ્થળ સમય નક્કી કરી લો, હું એકલો આવીશ : જયરાજસિંહની ચેલેન્જ

11:50 AM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

પરષોતમ રુપાલાએ જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ જયરાજ સિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના સંબોધનની શરુઆત કરતા કહ્યું કે, પરષોત્તમભાઈ રૂૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુ:ખ થયુ. આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવીએ તો આપણે માફી આપી દઈએ. મારે પી.ટી જાડેજાને યાદ કરવા છે. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો જતો. જાડેજાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા લોકોએ કહ્યું કે, તમે સમાજને ગુમરાહ ન કરો,એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. છતા પણ હું જીતી રહ્યો છું. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપી હતી. સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે. સોશલ મીડિયાના સવાલોનો જવાબ હું નથી આપતો. જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.

Advertisement

તમણે વધુમાં કહ્યું કે,એક કાર્યક્રમની અંદર સ્વભાવિક રીતે પરસોતમભાઈની ભૂલ થઈ. મને પણ દુ:ખ થયું હતું. મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી. તમને થયું એના કરના પણ વધારે થયું હતું. મારી સાહેબ સાથે વાત થઈ હતી. મિત્રો એની મહાનતાની વાત હવે કરું છું. 40 મીનિટની અંદર રૂૂપાલાજીએ એમનો વીડિયો મૂક્યો, સમાજની માફી માગી. માફી માગ્યા પછી આપણો ધર્મ મારે તમને સમજાવવો નથી. વડીલોએ તમને સમજાવ્યું છે આપણો ધર્મ શું કહે છે. આપણમાં બાપુજીનું જેણે માથું કાપી નાખ્યું હોય એ આંગણે આવે ને તો આપણી થાળીમાં જમે છે. ઇતિહાસમાં આવું બન્યું છે. તેથી આ વિવાદને આપણે હવે અહીં જ પુરો કરવો જોઈએ.

Tags :
gujaratgujarat newsJayaraj Singh jadejaParasotam Rupala
Advertisement
Next Article
Advertisement