ભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !
માત્ર નર્મદા જિલ્લામાં જ 100થી વધુ શાળાઓ હોવાનો આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ: સ્માર્ટ કલાસ રૂમ વચ્ચે છાત્રો બહાર વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર
રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને દરેક બાળકને શિક્ષણ મળી રહે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ ભણાવશે કોણ ? તેવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યાં છે. રાજ્યની 1600 શાળા એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષકની અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ભરતી મુદ્દે ખાતરી પણ મળી છે. પરંતુ માત્ર પ્રક્રિયા જ થઈ રહી છે. હજુ નિમણૂંક આપવામાં આવી નથી. ત્યારે શાળામાં નવા સત્રનો પ્રારંભ થયો છે અને શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ત્યારે શાળામાં નવા સત્રનો પ્રારંભ થયો છે અને શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ત્યારે અપુરતા શિક્ષક હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી હોવાની ફરિયાદો વાલીઓમાં ઉઠી રહી છે.
એક તરફ બાળકો ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર, ગુજરાતમાં શાળા પ્રવેશોત્ત્સવનો પ્રારંભ કરાયો છે. બીજી તરફ શાળાઓની એવી દશા છે કે એક શિક્ષક એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. પભણશે ગુજરાતથના નારા લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ.
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી હકીકત એ છે કે, શાળાઓમાં શિક્ષણની સ્થિતી વધુ બદતર બની છે. શાળા પ્રવેશોત્ત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યા છે. મંત્રીઓથી માંડીને ઈંઙજ-ઈંઅજ અધિકારીઓ પ્રવેશોત્ત્સવમાં ભાગ લઇ રહ્યાં છે પણ આ જ શાળાઓની એવી દશા છે કે, પુરતા શિક્ષકો નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે, માત્ર નર્મદા જીલ્લામાં જ 100થી વધુ શાળાઓ એવી છે જ્યાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એક માત્ર શિક્ષક અભ્યાસ કરાવે છે. ગુજરાતમાં કૂલ મળીને 1600 શાળાઓ એકમાત્ર શિક્ષકથી ચાલે છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે શિક્ષકને સરકારી કામો પણ કરવા પડે છે.
ગુજરાતમાં 1456 શાળાઓમં પુરતા વર્ગખંડો નથી. વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે. ક્યાંક ગ્રામ પંચાયત અને ભાડાના મકાનમાં બાળકો ભણી રહ્યાં છે. શાળાઓની આવી કરૂૂમ દશા છે તેમ છતાંય સરકારને શાળાઓમાં પુરતી સુવિધા કરવાનું સુઝતુ નથી. શિક્ષકોની ભરતી કરવાની પડી નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી તેમ છતાંય વિદ્યાર્થીઓના નામે પ્રવેશોત્સ્વ ઉજવી સરકાર માત્રને માત્ર પ્રચારમાં મશગૂલ બની છે.
રાજકોટ જિલ્લામાં 817 શિક્ષકોની ઘટ
પ્રવેશોત્સવ દરમિયાન જે બાળકોને જે સ્કૂલમાં પ્રવેશ અપાયો છે તેવી અનેક શાળામાં શિક્ષકોની અછત પ્રવર્તી રહી છે. રાજકોટ જિલ્લાની 284 સ્કૂલમાં આશરે 817થી વધુ શિક્ષકની અછતને પગલે શિક્ષણ કાર્ય પર માઠી અસર થઇ રહી છે. શિક્ષકોની ઘટને કારણે અન્ય શિક્ષકો ઉપર પણ કોર્સ પૂરો કરાવવાનું ભારણ રહે છે. ચિત્રકામ અને પીટી એ શિક્ષણ સાથે કેળવણી અને કલાનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ છેલ્લા 17 વર્ષથી રાજ્યમાં ચિત્રકામ અને પીટીના શિક્ષકોની ભરતી કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક શાળા એ બાળકોના શિક્ષણનો પાયો ગણાય છે. પાયો જ નબળો રહે તો ઈમારત કેવી મજબૂત રહે? જોકે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની સૌથી વધુ ઘટ છે.
રાજ્યમાં 1.09 લાખ સ્માર્ટ વર્ગખંડો બન્યાનો દાવો કરાયો
ગુજરાતની ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ ભારતની સૌથી મોટી શાળા શિક્ષણ પહેલ બની છે. આ પ્રોજેક્ટ હેઠળ, રાજ્યમાં અત્યાર સુધીમાં 13,353 વર્ગખંડો, 21,000 કોમ્પ્યુટર લેબ, 1.09 લાખ સ્માર્ટ વર્ગખંડો અને 5,000 STEM લેબનું બાંધકામ પૂર્ણ થયું છે.ગુજરાતના મુખ્ય સચિવ કાર્યાલય (CMO) અનુસાર, આ કાર્યક્રમ 2022 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ રાજ્યની લગભગ 40,000 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને અપગ્રેડ કરવાનો છે. ગુજરાત સરકારે આ મિશન માટે લગભગ 12,000 કરોડ રૂૂપિયા ફાળવ્યા છે, જ્યારે વિશ્વ બેંકે તેના અમલીકરણ માટે 750 મિલિયન ડોલર પ્રતિબદ્ધ કર્યા છે.‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’નો ઉદ્દેશ્ય લગભગ 40,000 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને આધુનિક બનાવવાનો છે, જેમાં શાળાઓનું માળખાગત માળખું, ડિજિટલ શિક્ષણ સાધનો અને મૂળભૂત શિક્ષણને મજબૂત બનાવવામાં આવશે. આ દેશનો આવો પહેલો પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં શાળા શિક્ષણની ગુણવત્તા વધારવાનો છે. માહિતી અનુસાર, આ મિશન હેઠળ કુલ 50,000 નવા વર્ગખંડો અને 1,50,000 નવા સ્માર્ટ વર્ગખંડો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.