રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાપાલિકાની મિલકતોનો વેરો કોણ ભરશે: કોકડું ગૂંચવાયું

06:34 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કત વેરાની આવકમાં દર વર્ષે ગાબડું પડે છે. છતાં વેરાવિભાગ સિલિંગ તેમજ મિલ્કત જપ્તી સહિતની ઝુંબેશ હાથ ધરી વર્ષના અંતે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે જેની સામે કેન્દ્રની અને રાજ્ય સરકારની અલગ અલગ વિભાગની મિલ્કતનો વેરો સમયસર ન આવવાથી વેરાવિભાગ સરકારી કચેરીઓને નોટીસો પાઠવે છે. પરંતુ મહાનગરપાલિકાની 450થી વધુ મિલ્કતોનો મિલ્કત વેરો શા માટે ભરાતો નથી તેવો જવાબ સરકાર દ્વારા માગવામાં આવતા કાર્પેટ એરિયા પધ્ધતિ લાગુ થયા બાદ મનપાની તમામ મિલ્કતનો રૂા. 48 કરોડથી વધુનો વેરો ચડત થઈ ગયેલ હોય આ વેરો કોણ ભરે તે અંગે ઉચ્ચઅધિકારીઓ સાથે મીટિંગ યોજી નિર્ણય લેવામાં આવશે તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement

મહાનગરપાલિકાના વેરાવિભામગાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મનપાની માલીકીની તમામ કચેરીઓ, ઓફિસો તેમજ અન્ય બાંધકામોનો મિલ્કત વેરો લેવામાં આવતો નથી. તેવું આજ સુધી માનવામાં આવતું નથી. અનેક વખત ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે, આપણી મિલ્કતનો આપણે વેરો થોડો ભરવાનો હોય પરંતુ હવે આ મુદ્દે ફરી ચર્ચા જાગી છે. જે મુજબ મહાનગરપાલિકા કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ કચેરીઓનો મિલ્કત વેરો લઈ શકે તો મહાનગરપાલિકાની ખુદની કચેરીઓ તેમજ અન્ય ઓફિસોનો મિલ્કત વેરો કેમ નથી લેવામાં આવતો તેવું સરકારમાંથી પુછવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. જેની સામે વેરાવિભાગે 2018થી કાર્પેટ એરિયા પધ્ધતિ અમલમાં આવેલ ત્યારથી તમામ મનપાની માલીકીની ઈમારતો તેમજ અન્ય ઓફિસોની આકરણી કરી આજ સુધીનો રૂા. 48 કરોડથી વધુનો વેરો આકારવામાં આવ્યો છે. અને હવે આ વેરો કોણ ભરે તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. કારણ કે, અત્યાર સુધી મહાનગરપાલિકાને ખુદને વેરો ભરવાની આદત ન હોવાની આ રકમ ક્યા ખાતે ઉધારવી તે મુદ્દે કોકડું ગુંચવાયું છે. અને આ મુદ્દે હવે ઉચ્ચઅધિકારીઓ વેરાવિભાગ સાથે બેઠક યોજી રસ્તો કાઢશે તેમ જાણવા મળેલ છે.
મનપા દ્વારા મિલ્કત વેરાની ઉઘરાણી આખુ વર્ષ કરવામાં આવે છે. પ્રાઈવેટ પ્રોપર્ટી સિવાય સરકારની માલીકીની ઈમારતો તેમજ અન્ય ઓફિસોનો પણ દર વર્ષે કાર્પેટ એરિયા મુજબ વેરો લેવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાની ત્રણેય ઝોનમાં આવેલ ઝોનલ કચેરીઓ તેમજ 18 વોર્ડની વોર્ડ ઓફિસ તથા અન્ય તમામ પ્રકારની ઓફિસોનો મિલ્કત વેરો આજ સુધી લેવાનો વિચાર પણ કોર્પોરેશને કર્યો નથી એન હવે અચાનક 48 કરોડ રૂપિયાનું વેરાવિભાગે બનાવેલું ભારણ આવતા આ રકમ કોણ ભરપાઈ કરે તે મુદદ્દતે મીટીંગ યોજાશે. હાલમાં મોટાભાગની કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ વિભાગીય કચેરીઓના મિલ્કત વેરા પેટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે. આથી મહાનગર પાલિકાએ પણ ખુદની મિલ્કતનો વેરો ભરવા માટે સરકારમાંથી ગ્રાન્ટ મળશે કે કેમ તે અંગે પણ પ્રયત્નો ચાલુ કર્યાનું જાણવા મળેલ છે.

રિકવરી, ટકાવારી નક્કી કરાશે
મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ સહિતની 450થી વધુ નાની મોટી મિલ્કતનો વેરો ભરવાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. રૂા. 48 કરોડથી વધુનો વેરો કાર્પેટ એરિયા આધારિત પધ્ધતિ અમલમાં આવ્યા બાદ ભરવાનો થાય છે. આથી હવે આટલી મોટી રકમ માટે સરકાર ગ્રાન્ટ ફાળવે જો મહાનગરપાલિકાને ભરવાની થાય તો રિકવરી ટકાવારી નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવશે. જેના માટે મ્યુનિસિપલ કમિશનર વેરાવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી નિર્ણય લેશે તેમ જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsmunicipal property taxrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement