રૂપેણ બંદરના દરિયામાં ગેરકાયદેસર માછીમારી પાછળ કોણ જવાબદાર? તપાસો
ફિશરીઝની મનાઈ છે છતાં દરિયામાં ઘૂમે છે બોટો?
દ્વારકા જીલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં વરસાદ ના કારણે દરિયો એકદમ રફ રહેશે તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછાળવાની શક્યતા હોય કોઈ પણ માછીમારો એ તા.27/7/24 થી તા.31/7/24 સુધી દરિયામાં માછીમારી કરવા જવું નહિ તેમજ પોતાના જાન માલ ને કાંઈ નુકશાન ના થાય તે માટે ખાસ તકેદારી રાખવા તમામ માછીમારો ને સૂચના મત્સ્યોદ્યોગ અધીક્ષક ઓખા દ્વારા દેવામાં આવી હોવા છતા દ્વારકાની રૂૂપણબંદરની આશરે એક પછી એક એમ 25 થી વધું બોટો આજે રવિવારના બોપર બાદ દરિયામાં ખલાસીઓ સાથે જઇ રહી હતી એ વિડીયો ફોટો કેમેરામાં કેદ થયા હતા.
દરિયામાં માર્છીમારી ન કરવા જવા પ્રતિબંધ હોવા જતા દરિયાના ઉછળતા મોજા માંથી જોખમી જતી બોટો જોવા મલી હતી. ફિસરીઝ ખાતાની મનાઇ હોવા છતા કોની મંજુરી લૈઇ બોટો દરિયો ખેડવા ગઇ તેવા સવાલો ઉઠ્યા છે. કોઇ આગાઇના પગલે તોફાની દરિયામાં અનિર્છીય બનાવો બનશે તો જવાબદાર કોન ? દરિયામાં બોટો ગઇ હોવાનું ઓખા ફિસરીઝ અધિકારીને જાણ કરાતા તેઓએ જણાવેલ કે પોલીસને જાણ કરી દવ છું.