For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને કાર્યક્રમ માટે ફંડિંગ કોણે આપ્યું ? પોલીસની તપાસ

11:58 AM Feb 07, 2024 IST | Bhumika
ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને કાર્યક્રમ માટે ફંડિંગ કોણે આપ્યું   પોલીસની તપાસ

જૂનાગઢ પોલીસે ઝેર ઓકનાર મૌલાનાને રિમાન્ડ પર લીધા : સામખિયાળીમાં પણ મૌલાના સામે ભડકાઉ ભાષણનો નોંધાતો ગુનો

Advertisement

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલી વધી છે. ગુજરાત એટીએસ દ્વારા મૌલાનાને જુનાગઢ કોર્ટમાં રજૂ કરી તેના 10 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. જેમા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અઝજની ટીમ દ્વારા મૌલાનાને ઘટનાસ્થળે લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ હતી. મૌલાનાએ જે સ્થળે ભાષણ કર્યુ હતુ તે સ્થળે પોલીસ નિરીક્ષણ માટે લઈ ગઈ હતી હતી. જ્યારે કાર્યક્રમ માટે હેડીંગ કોણે આપ્યું તે મુદ્દે સઘન પુછપરછ હાથ ધાઈ છે.

મૌલાનાની સાથે બે આયોજકોને પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ તપાસમાં સહયોગ ન કરતા હોવાની કોર્ટમાં પોલીસે દલીલ આપી હતી. તેમજ મૌલાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની દલીલ રજૂ કરી હતી. મૌલાનાના ટ્રસ્ટ, પ્રવાસ માટે ફન્ડિંગ ક્યાંથી થયુ તે ગ્રાઉન્ડ પર રિમાન્ડની માગણી કરાઈ હતી. ગુજરાતમાં ક્યા ક્યા સ્થળોએ આવા ભડકાઉ ભાષણ કર્યા છે તેને લઈને તપાસ બાકી હોવાનુ ગુજરાત એટીએસએ કોર્ટમાં જણાવ્યુ હતુ.
આ તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ તમામ ઘટનાક્રમ વચ્ચે મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની વાતો પણ ચર્ચાઈ રહી છે. સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સૂફી સંત ખાલિદે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ સમાજને વિનંતી કરી છે કે, આ પ્રકારના ભડકાઉ ભાષણ આપતા મૌલવીઓથી ચેતવાની જરૂૂર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે મૌલાના અઝહરી એ પાકિસ્તાનના ગઝવા-એ-હિન્દ પ્રોજેક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ખરેખર મૌલાના પાકિસ્તાન જેવા દેશમાં કોઈના સંપર્કમાં હતો ? મૌલાના દ્વારા સંચાલિત કુલ ત્રણ ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની અઝજ દ્વારા તપાસ થઈ રહી છે. જામિયા રિયાઝૂલ જનનાહ, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, અને દારૂૂલ અમન સંસ્થાનો મૌલાના અઝહરી ટ્રસ્ટી છે ત્યારે આ સંસ્થાઓમાં ફંડિગ ક્યાંથી આવતુ હતું ? તે અંગે તપાસ તેજ કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement