સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા
તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો, સિઝનની પ્રથમ ઠંડીનો અનુભવ
સૌરાષ્ટ્રમાં નવેમ્બર પુરો થયા બાદ હવે ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આજે સવારથી સુસવાટા મારતા ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતા તાપમાનનો પારો ગગડી ગયો છે અને લોકોએ પ્રથમ વખત ઠંડીનો અનુભવ પણ કર્યો છે. આજ ઠંડા પવનો ફુંકાવાના કારણે લોકો ગરમ કપડામાં વિંટાઇને બહાર નીકળતા જોવા મળ્યા હતા.
ઠંડા પવનોના કારણે ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ તાપમાન સામાન્યથી માંડી 2.4 ટકા સુધી તાપમાનનો પારો નીચો ગયો છે. આજે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલીયામાં 12.6 ડિગ્રી સે. નોંધાયુ છે.
જયારે બરોડામાં રાતોરાત તાપમાનમાં 2.4 ડિગ્રી સે.નો ઘટાડો નોંધાતા અહીં તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં પણ ઠંડા પવનોના કારણે તાપમાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાતા આજે ન્યુનતમ તાપમાન 16.4 ડિગ્રી સે. રહ્યું હતું. જો કે, પવનની ઝડપ 43 કિલોમીટર નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પવનની ઝડપ વેરાવળમાં પ્રતિ કિ.મી. 73ની નોંધાઇ છે. તો કંડલામાં 53 કિ.મી. અને દિવમાં 63, ડિસામાં 45, ભાવનગરમાં 56 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધુ વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે. અંબાલાલે જણાવ્યું હતું કે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં શીત લહેર જોવા મળશે. આ અઠવાડિયે, ઉત્તર ગુજરાતમાં પાટણ અને હારિજના ભાગો સિવાય, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી રહી શકે છે.
અંબાલાલની આગાહી મુજબ, રાજસ્થાન સરહદ સાથે સંકળાયેલા ગુજરાતના ભાગોમાં ઠંડીની તીવ્રતા વધશે. આગામી થોડા દિવસોમાં, બપોર પછી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે, પરંતુ કોઈ પશ્ચિમી વિક્ષેપ નથી. જોકે, આગામી 7 અને 8 તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો દેખાઈ શકે છે અને લગભગ 10 તારીખ અથવા ડિસેમ્બર સુધીમાં વાદળછાયું અથવા ઝરમર વરસાદ જેવું બની શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજસ્થાન સરહદ સાથે સંકળાયેલા ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આગામી થોડા દિવસોમાં, બપોર પછી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે, પરંતુ કોઈ પશ્ચિમી વિક્ષેપ નથી. જોકે, રાજસ્થાન સરહદ સાથે સંકળાયેલા ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી થોડા દિવસોમાં, બપોર પછી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે, પરંતુ કોઈ પશ્ચિમી વિક્ષેપ નથી. જોકે, આગામી 7 અને 8 તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો દેખાઈ શકે છે અને લગભગ 10 તારીખ અથવા ડિસેમ્બર સુધીમાં વાદળો અથવા ઝરમર વરસાદ જેવું બની શકે છે.