દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા જામનગરના ઇશાકે સૂચના આપતા મુર્તઝા નામના શખ્સે વેરાવળમાં કરાવી હેરોઇનની ડિલિવરી !
વેરાવળ બંદરમાંથી પકડાયેલા ડ્રગ્સકેસમાં મોટા ઘટસ્ફોટ થયેલ છે. આ ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયે મુર્તઝા નામના ઇસમે કરાવી હતી જયારે જામનગરનો ઇશાક દક્ષીણ આફ્રિકામાં બેઠાં-બેઠાં સૂચના આપતો હોવાનું બહાર આવેલ જયારે ઝડપાયેલા આરોપીઓના દિવસ 12 ના રીમાન્ડ મંજૂર થતા હવે આ રીમાન્ડ દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વર્તાઇ રહેલ છે. ગીર સોમનાથ જીલ્લાની આ પ્રશંસનીય કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રૂૂા.10 લાખ ઇનામનું જાહેર કરાયેલ છે.
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળના બંદરેથી ઝડપાયેલા રૂૂા.250 કરોડના ડ્રગ્સ કેસમાં એ.ટી.એસ., એન.ડી.પી.એસ., એસ.ઓ.જી., એલ.સી.બી. સહિતની એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂૂ કરી દેવાયો છે. તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે, જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયથી મુર્તઝા નામના ઇસમે કરાવી હતી જ્યારે જામનગરના જોડિયાનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં સૂચનાઓ આપતો હતો. અત્રે ઉલ્લખનીય છે કે આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલા બન્ને ઈસમ સહિત ત્રણેય આરોપીઓને દિવસ 14 ની રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા દિવસ 12 ના રિમાન્ડ વેરાવળ કોર્ટે મંજૂર કર્યા છે.
વેરાવળમાંથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ મામલે પકડાયેલા બોટના ટંડેલ અને બે રીસીવરોમાં ટંડેલ ધરમેન બુધ્ધીલાલ કશ્યપ તથા ડ્રગ્સ લેવા આવેલ આસીફ ઉર્ફે કારા જુસબભાઇ શમાં અને અરબાજ અનવર પમા ને કોર્ટમાં મુખ્ય આરોપીઓ તરીકે કોર્ટેમાં રજુ કરાયા પોલીસે ત્રણેય આરોપીઓના 14 દિવસના રીમાન્ડ માંગેલ અને પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું રેકેટ હોવાની સાથે વિદેશના શખ્સોની સંડોવણીની આંશકા દર્શાવતી દલીલો કરેલ હતી જયારે કોર્ટે ત્રણેય આરોપીઓને 12 દિવસના રીમાન્ડ ઉપર સોંપયા છે. આ રીમાન્ડ દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વર્તાઇ રહેલ છે.
પોલીસે બોટના ટંડેલ ધર્મેન્દ્ર કશ્યપની આગવીઢબે પૂછપરછ કરેલ જેમાં જાણવા મળ્યા મુજબ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી ઓમાનના મધદરિયે ફિશિંગ બોટમાં મુર્તઝા નામના ઈસમ દ્વારા કરાઈ હતી તેમજ આ ડ્રગ્સની વેરાવળ ખાતે ડિલિવરી ક્યાં પહોંચાડવી સહિતની સૂચનાઓ જામનગરના જોડિયાનો ઇશાક નામનો ઈસમ આપતો હોવાનું ખૂલ્યું છે. આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે અને હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠાં-બેઠાં લોકેશન મોકલી સૂચનાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાત રાજ્યમાં ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાતમાં ડ્રગ્સ મુક્તિ માટે જંગ છેડી દેવામાં આવી છે. એટલુ જ નહિ, ગંભીર ગુનાઓમાં આરોપીઓને ખુબ જ ઝડપી અને કડક સજા મળે તે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોની પ્રતિતિ કરાવતી કાર્યવાહી આજે ગુજરાત પોલીસે કરી છે. ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ એસ.ઓ.જી. દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂૂા.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂૂ.10 લાખ ઇનામની જાહેરાત કરી છે.