જિમમાં કસરત કરતાં કરતાં અચાનક યુવક ઢળી પડ્યો, CPR આપ્યો છતાં જીવ ન બચ્યો, જુઓ વિડીયો
હાલ રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. નાનાથી લઈને મોટા વ્યક્તિ સૌ કોઈ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે સુરતના ભાતર વિસ્તારમાં પણ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે. સુરતમાં કાપડના વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. વેપારીને CPR આપ્યા છતાં તેનો જીવ બચ્યો ન હતો. વેપારીને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરતમાં એક વ્યક્તિ જયારે જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ તે આ ટ્રેડમિલ પર ઢળી પડે છે. ત્યારે જીમમાં હાજર અન્ય લોકોએ તાત્કાલિક જ તે વ્યક્તિને બચાવાવનો પ્રયાસ કર્યો હતો. તેમને બચવાના તાત્કાલિક CPR આપ્યું હતું પરંતુ તે વ્યક્તિનો જીવ બચી શક્યો ન હતો. હાલ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
CCTVમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેડમિલ પર ચાલતા ચાલતા અચાનક જ એક વ્યક્તિ ઢાળી પડે છે ત્યારે ત્યાં હાજર રહેલ અન્ય એક વ્યક્તિએ તેને CPR આપીને તેને બચ્ચ્વાનો પ્રયત્ન કરે છે. વેપારીને ભાનમાં ન આવતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાથી દ્વારકાદાસનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.