For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા?: બોર્ડમાં વિપક્ષનો પ્રહાર

03:52 PM Feb 19, 2025 IST | Bhumika
ચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા   બોર્ડમાં વિપક્ષનો પ્રહાર

મહાપાલિકાનું બજેટ વાસ્તવિકતાથી જોજનો દૂર, બજેટો પડતા મુક્યા તેના આ 17 પુરાવા રજૂ કરું છું: સાગઠિયા

Advertisement

મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ શાસકપક્ષ ઉપર ચાબખા મારી જણાવેલ કે, અમારા દ્વારા છેલ્લા ત્રણ બજેટ નો અભ્યાસ કરતા અમો નિવેદન આપીએ છીએ કે ભાજપ દ્વારા બનાવ્યા માં આવતા બજેટ ફક્ત વાહ-વાહ મેળવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બજેટ વાસ્તવિકતાથી ખૂબ જ દૂર હોય છે અમારા દ્વારા સાબિત કરી બતાવીએ છીએ જે પુરાવાઓ સહિત રજૂ કરીએ છીએ
પુરાવા નંબર એ(1) રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ 2023/24 ના બજેટમાં 10 કરોડની જોગવાઈ કરી જે આજ સુધી બન્યો નથી ઉપરાંત નવા 2025/26 ના બજેટમાં પણ સમાવેશ કર્યો નથી, પુરાવા નંબર(ર) પી.ડી.એમ. કોલેજ ફાટક બ્રિજ નું કામ જે 2023/24 ના બજેટમાં સમાવેશ કર્યું ત્યાર પછી ના એટલે કે 2024/25 ના બજેટમાં પણ કર્યું હતું તો આ બ્રિજ હજુ બન્યો નથી પરંતુ નવા વર્ષના બજેટમાં પણ ઉલ્લેખ નથી, પુરાવા નંબર (3) કટારીયા ચોકડી બ્રિજનું કામ વર્ષ 2023/24 ના બજેટમાં સમાવેશ કર્યો હતો ત્યાર પછીના વર્ષ 2024/25 માં કોઈ ઉલ્લેખ નથી., પુરાવા નંબર (4) આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ નું કામ 2024/25 ના વર્ષના બજેટમાં 18700 લાખની જોગવાઈ કરી હતી ત્યારબાદ 2025/26 ના વર્ષ ના બજેટમાંથી રીવર ફ્રન્ટ જ ગાયબ થઈ ગયો જાણવા વિગત મુજબ એન્વાયરમેન્ટ ક્લિયરન્શ મળી ગયું છે તો કેમ કામ કરતા નથી અને જો ના મળ્યું હોય તો શા માટે ડ્રેનેજ ની ગંદકી આજી નદીમાં નાખવામાં આવે છે તેનો યોગ્ય માર્ગ કાઢી રિવરફ્રન્ટ બનાવવો જોઈએ.

પુરાવા નંબર (5) આજી 1 ડેમ સાઈટ ખાતે 150 ખકઉ ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે 15188 લાખની જોગવાઈ 2023/24 ના વર્ષમાં કરી હતી પરંતુ નવા બજેટમાં કોઈ ઉલ્લેખ નથી, પુરાવા નંબર (6) ન્યારી 1 ડેમ સાઇટ ખાતે 150 ખકઉ કેપેસિટી નો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની વર્ષ 2024/25 ના બજેટમાં 15184 લાખની જોગવાઈ કરવામાં આવી હતી તપાસ કરતાં જાણવા મળ્યું કે હજુ સુધીમાં જમીન જ મળી નથી તો પ્લાન્ટ ક્યાંથી બને, પુરાવા નંબર (7) ન્યારી 1 સાઈટ ખાતે ઇનટેક વેલ બનાવવાનું કામ ની જોગવાઈ રૂૂ.1463 લાખ ની વર્ષ 2024 25 માં કરી હતી પરંતુ હજુ જમીન વગર થઈ નથી એટલે કે આ વોટર વર્કર્સ વિભાગની ત્રણેય કરડો રૂૂપિયાના કામો ફક્ત કાગળો ઉપર જ ગણાય છે હકીકત થી જોજનો દૂર છે ફક્ત બજેટના આંકડા મોટા બનાવવાનું કામ થાતું હોય તેમ લાગે છે, પુરાવા નંબર (8) માધાપર પાસે કોમ્યુનિટી હોલ બનાવો બનાવવા માટેનું કામ કરવા 5 કરોડની જોગવાઈ 2024 25 ના બજેટમાં કરી પણ ક્યાંય બન્યો નહીં, પુરાવા નંબર (9) કિશોરસિંહ સ્કૂલ અને વિક્રમ સારાભાઈ સ્કૂલને મોડર્ન સ્કૂલ (આધુનિક સ્કૂલ) બનાવવા માટે 2024/25 માં 2 બે કરોડ જેવી રકમ ની જોગવાઈ કરી પણ બની નથી, પુરાવા નંબર (10) આજી. જી.આઇ.ડી.સી. પાસે બ્રિજ બનાવવા ની જોગવાઈ 4 કરોડની કરી પણ બન્યો નથી, પુરાવા નંબર (11) મોરબી રોડ અને માધાપર પાસે સ્મશાન બનાવવા માટેના કામ 45 કરોડની જોગવાઈ 2024/25 ના બજેટમાં થઈ પણ કાંઈ કામ થયું નથી, પુરાવા નંબર (12) દરેક ઝોનમાં પાર્ટી પ્લોટો બનાવવા મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય તેના માટે 2024 25 ના બજેટમાં 1.5 કરોડની જોગવાઈ કરી પરંતુ કામ ક્યારે થશે.

Advertisement

પુરાવા નંબર (13) રાજકમલ ફાટક ખોખડ દડી નદી અને રૈયા સ્માર્ટ સિટીને જોડતો રોડ ઉપર મધ્યમ સાઈઝના ત્રણ ઓવર બ્રિજ 92.45 કરોડના ખર્ચે બનાવવાની જોગવાઈ 2024/25 માં કરી પણ કામ 0 છે., પુરાવા નંબર (14) ઇસ્કોન મંદિર સામે રિંગ રોડ નંબર: 2 ઉપર ફાયર સ્ટેશન બનાવવાના કામ 2024/25 ના બજેટ માં લઈને 5 કરોડની જોગવાઈ કરી પણ કામ ના કર્યું, પુરાવા નંબર (15) ત્રણ નવી એનીમલ હોસ્ટેલ બનાવવા ની કે જેમાં 2500 પશુઓનો સમાવેશ થાય તેના માટે 3.50 લાખની 2024/25 માં જોગવાઈ કરી કામ થયું નથી એટલે નવા બજેટમાં પણ જોગવાઈ કરી, પુરાવા નંબર (16) ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાયન સ્ટેચ્યુ મુકવા માટે 35 લાખની જોગવાઈ 2024 25 ના બજેટમાં કરી હતી તેની જગ્યાએ નવી યોજના યોજના આવી એટલે જૂની ભુલાઈ જશે અને નવા વર્ષમાં બજેટ મોટું કરવા માં સહજતા રહેશે., પુરાવા નંબર (17) પાલતુ જાનવર (કુતરા સહિત) માટે અલગથી મુક્તિધામ બનાવવાની યોજના અભેરાઈ માથે ચડી ગઈ તેવું લાગે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement