રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડેન્ગ્યુથી યુવાનનું મોત થતાં પરિવારે ધૂણી ધૂણીને ધમાલ મચાવી

04:51 PM Sep 13, 2024 IST | admin
oplus_2097152
Advertisement

સવારે છ વાગ્યામાં સિવિલ હોસ્પિટલ માથે લીધી, ઈમર્જન્સી વિભાગના સ્ટાફ સામે આક્ષેપબાજી કરતા ટોળાં ઊમટ્યા

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો જીવલેણ બનતો જાય છે. રાજકોટમાં રોગચાળાના કારણે છાસવારે માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પુનિત નગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે કલ્પાંત સાથે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધુણીને ધમાલ મચાવી હતી.

વહેલી સવારે છ વાગ્યાના અરસામાં મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ માથે લેતા ઈમરજન્સી વિભાગનાસ્ટાફ સામે આક્ષેપ બાજી કરી હતી. મૃતકના પરિવારજનોએ ધમાલ મચાવતા તમાશો જોવા લોકો ઉમટી પડ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલરોડ ઉપર પુનિતનગરના પાણીના ટાકા પાસે આવેલી ઝુપડ પટ્ટીમાં રહેતા વિજય બટુકભાઇ વાઘેલા નામના 30 વર્ષના યુવકને ગત તારીખ 11ના રોજ ડેંગ્યુની સારવાર અર્થ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાથી ગઇ કાલે તારીખ 12/09/24ના રોજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકનું આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં આક્રદ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિજય વાઘેલા છ ભાઇ એક બહેનમાં નાનો હતો. અને મંજૂરી કામ કરી પરિવારને આર્થીક મદદ કરતો હતો. મૃતક વિજય વાઘેલાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે.

યુવકના મોત બાદ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસિપટલમાં એકઠા થયા હતા. અને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સામે કપાઉન્ડમાં કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી હતી. અને મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજયુ હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. મૃતક યુવકના પરિવારજનોએ કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી સિવિલ હોસ્પિટલ માથે લીધી હતી. મૃતક યુવકના પરિવારજનોએ હોબાળો મચાવતા તમાશો જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathfamily was shockedgujaratgujarat newsrajkotrajkot newsyoung man died
Advertisement
Next Article
Advertisement