સતાની વાત આવે તો રાવણ જેવું વિચારજો
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. બનાસકાંઠામાં રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ સત્તાની ચાલ રાવણ પાસે શીખવા અપીલ કરી હતી.
ધાનેરા ખાતે આયોજિત રબારી સમાજના સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ રાવણ પાસે રાજકારણ શીખવાની અપીલ કરી હતી. તેમણે ક્હ્યં કે, પજો રાવણે વિભીષણને રામ પાસે ન મોકલ્યો હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત. રાવણની રાજનીતિ હતી કે મારા મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ બેસે.સત્તાની વાત આવે તો બધા રાવણની જેમ વિચારજો. સત્તાની વાત આવે તો બધી જગ્યાએ આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દેજો. ધાનેરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમૂહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે શૈક્ષણિક સંકુલ માટે 13 કરોડ રૂૂપિયાનું દાન પણ આવ્યું છે. જે કાર્યક્રમના મંચ પરથી ઠાકરશી રબારીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજકારણમાં રહેવું હોય તો રાવણની રાજનીતિ સમજવી જોઈએ