For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિક્ષણમાં સુધારણા લાવવા શું ફેરફાર જરૂરી? સૂચનો મગાવતી સરકાર

01:35 PM Aug 20, 2025 IST | Bhumika
શિક્ષણમાં સુધારણા લાવવા શું ફેરફાર જરૂરી  સૂચનો મગાવતી સરકાર

જન સમુદાયની ભાગીદારી વધારવા પણ પ્રયાસ થશે, 45 દિવસનો સમય

Advertisement

શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન-RTEની જોગવાઇ મુજબ SMCની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તેનો હેતુ શાળાના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાનો છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિઓની દર બે વર્ષે પુન:રચના કરવામાં આવતી હોય છે.

શાળા વ્યવસ્થાપન સમિતિને વધુ સશક્ત બનાવવા માટે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં બાળકો અને વાલીઓની સાથે સ્થાનિક સમુદાયની સહભાગીતા વધારવા પર ભાર મુકાયો છે. આ અનુસંધાને શાળા વ્યવસ્થાપન સમિતિનું સશક્તીકરણ કરવા માટે સમિતિના કર્તવ્યો, જવાબદારી અને ફરજોમાં સમય મુજબ ફેરફાર કરવા માટે જાહેર જનતા-નાગરીકો પાસેથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ માટે જાહેર જનતા આગામી 45 દિવસ સુધીમાં smcgujaratssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

શાળા વ્યવસ્થાપન સમિતિ વધુ ઉપયોગી બને તે માટે જાહેર જનતાએ વાંચન, ગણન, લેખન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્વછતા, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, નિયમિતતા, શાળા પ્રવાસ જેવા વિષયો પર પોતાના અભિપ્રાયો આપી શકે છે. આ ઉપરાંત પરીક્ષા તથા શાળામાં યોજાતી સ્પર્ધાઓ સમયે એસએમસીના પ્રતિનિધિની હાજરી, સીએમસીની મુલાકાત સમયે એસએમસીના પ્રતિનિધિની હાજરી, ભૌતિક ચકાસણી જેવી અન્ય બાબતો અંગે પણ જરૂૂરી સૂચનો આપી શકે છે.

એસએમસીને વધુ સક્રીય અને સશક્ત બનાવવાના ભાગરૂૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તથા શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં એપ્રિલ 2025માં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ સંવાદનો મુખ્ય હેતુ એસએમસી સભ્યો પાસેથી તેમના સૂચનો અને પ્રતિભાવો મેળવી તેમને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

આ સંવાદ બાદ ધારાસભ્યો, સંસદસભ્યો અને એસએમસીના અધ્યક્ષ, સભ્યો પાસેથી એસએમસીની પુન:રચના બાબતે કેટલાક સૂચનો મળ્યા હતા. સૂચનોના આધારે એસએમસીની પુન:રચના કરતા સમયે ફરજીયાત વાલી સભાઓ થાય, વાલી સભાઓ કરી શાળા વ્યવસ્થાપન સમિતિનું મહત્વ, તેના કાર્યો અને ફરજો વગેરે બાબતથી વાકેફ કરવા, સમિતિના સભ્યોની પસંદગી વાલીઓની સર્વ સંમતિથી કરવામાં આવે, શિક્ષણવિદ તરીકે વયનિવૃત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિને લેવામાં આવે તેની તકેદારી રાખવા જેવા સૂચનો આપવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement