For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પશ્ર્ચિમ રેલવે દ્વારા 24 પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવી 66 ટ્રિપ્સનું સંચાલન કરશે

03:39 PM Aug 30, 2025 IST | Bhumika
પશ્ર્ચિમ રેલવે દ્વારા 24 પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવી 66 ટ્રિપ્સનું સંચાલન કરશે

તહેવારોની સીઝન થતાં જ રેલ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે હજારો વિશેષ ટ્રેન સેવાઓ ના સંચાલનનો નિર્ણય લીધો છે. બિહાર જતા યાત્રીઓની સુવિધા માટે, વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. જે ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે સૂચના પણ હવે જારી કરવાનું શરૂૂ થયું છે. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી કુલ 150 પૂજા સ્પેશિયલ ટ્રેનોના સંચાલન અંગે સૂચના જારી કરવામાં આવી છે, જેના દ્વારા કુલ 2024 વધારાના ફેરા (ટ્રિપ્સ) સુનિશ્ચિત કરવામાં આવશે.

Advertisement

તહેવારોના અવસર પર દેશના વિવિધ ભાગોમાંથી મુસાફરોની અવરજવર સુગમ રહે અને તેમને તેમના પ્રિયજનો સાથે તહેવારોની ઉજવણી કરવાની તક મળે તે માટે ભારતીય રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના મુખ્ય સ્ટેશનો પરથી દોડતી આ ટ્રેનોએ મહાનગરો અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી છે.

પૂજા સ્પેશિયલ ટ્રેન શ્રેણી હેઠળ, દક્ષિણ મધ્ય રેલ્વે મહત્તમ 48 ટ્રેનો ચલાવશે, જે 684 ટ્રીપો પૂર્ણ કરશે. આ ટ્રેનો મુખ્યત્વે હૈદરાબાદ, સિકંદરાબાદ અને વિજયવાડા જેવા મુખ્ય સ્ટેશનોથી ચલાવવામાં આવશે. પૂર્વ મધ્ય રેલવે દ્વારા 14 ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જે પટના, ગયા, દરભંગા અને મુઝફ્ફરપુર જેવા બિહારના મુખ્ય સ્ટેશનોમાંથી પસાર થશે અને કુલ 588 ટ્રિપ્સ ચલાવશે. પૂર્વ રેલવે દ્વારા કોલકાતા, સિયાલદહ, હાવડા જેવા વ્યસ્ત સ્ટેશનોમાંથી 24 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જેના માધ્યમથી 198 ટ્રિપ્સ સંચાલિત થશે.

Advertisement

જ્યાં પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ, સુરત, વડોદરા જેવા શહેરોથી 24 સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જે 204 ટ્રિપ્સ પૂર્ણ કરશે. દક્ષિણ રેલવે દ્વારા ચેન્નઈ, કોયમ્બત્તૂર, મદુરઈ જેવા સ્ટેશનોમાંથી 10 ટ્રેનો ચલાવવામાં આવશે, જે 66 ટ્રિપ્સ હશે. તે ઉપરાંત, પૂર્વ તટ રેલવે દ્વારા ભુવનેશ્ર્વર, પુરી અને સંબલપુર, દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા રાંચી, ટાટાનગર, ઉત્તર મધ્ય રેલવે દ્વારા પ્રયાગરાજ, કાનપુર, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે દ્વારા બિલાસપુર, રાયપુર અને પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા ભોપાલ, કોટા જેવા સ્ટેશનોને જોડતી વિશેષ ટ્રેનો સંચાલિત કરવામાં આવશે. સ્પેશિયલ ટ્રેનોની યાદી, સમયસૂચિ, રૂૂટ અને થંભાવની વિગત રેલવેની અધિકારીક વેબસાઇટ, ઈંછઈઝઈ અને નજીકના રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. રેલવે યાત્રીઓથી વિનંતી છે કે તેઓ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે અગાઉથી બુકિંગ કરાવે અને પોતાના ટિકિટની પુષ્ટિ કરાવે. સાથે સાથે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન રેલ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષા અને સફાઈ સંબંધિત માર્ગદર્શક નિયમોનું પાલન કરે

Advertisement
Tags :
Advertisement
Advertisement