રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્નગાળાનો ચળકાટ, 200 વર્ષ જૂની વાસણ બજારમાં ખરીદી

12:20 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગરમાં આમ તો ઘણી બજાર આવેલી છે. જે સસ્તી વસ્તુ માટે વખણાઇ છે. જેમ કે શહેરની જુની શાક માર્કેટ સસ્તા શાક ભાજી માટે પ્રખ્યાત છે. તે જ રીતે ગ્રેઇન માર્કેટ જે કરિયાણાં માટે પ્રખ્યાત છે. ત્યારે શહેરના દરબારગઢ વિસ્તારમાં આવી જ એક માર્કેટ આવેલ છે જે સસ્તા વાસણ અને ખેતીના ઓજાર માટે જાણીતી છે. આ માર્કેટ લગભગ 150 થી 200 વર્ષ જૂની છે. જે સંઘાણીયા બજાર તરીકે ઓળખાય છે. જામનગરમાં અન્ય બજારોની માફક સંઘાણીયા બજારમાં વાસણો એક પછી એક ચડિયાતી વેરાઈટીમાં સસ્તા ભાવે મળી રહ્યા છે.

આ બજાર 200 વર્ષ જૂની હોવાથી અહીં આવેલી પેઢીના મોટાભાગના વેપારીઓ અનુભવી, વિશ્વાસપાત્ર અને જૂના છે. તેઓ માત્ર હોલસેલ વેપાર જ નહીં પરંતુ છૂટક વેપાર પણ કરે છે. જેથી લોકોને અહીંથી ખરીદી કરવી પરવડે છે. જયાની સૌથી જૂની પેઢી ગણાતા દુર્ગા મેટલ્સ અને તુલસી મેટલ્સના માલિક સુનિલભાઈએ જણાવ્યું કે જામનગરમાં અમારી પેઢી છેલ્લા 58 વર્ષથી વાસણના વેચાણ કરી રહી છે. જેમાં ગામડેથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવે છે. કારણ કે અહીં લગ્ન ઉપરાંત જીયાણા અને પિતૃક્રિયા સહિતની તમામ પ્રસંગોના વાસણો વેરાઈટીમાં ઉપલબ્ધ હોવાથી લોકો આ સ્થળે ખરીદીને પ્રાથમિકતા આપે છે.

તેઓએ જણાવ્યું કે અગાઉના જમાનામાં તાંબું, કાંસાના વાસણની સૌથી મોટી માંગ હતી. ત્યારબાદ હવે તેમાં પરિવર્તન આવ્યું છે અને લોકો હવે, સ્ટીલ, ફાઇબર તથા પ્લાસ્ટિકની વસ્તુ પસંદ કરી રહ્યા છે. જેમાં પણ અલગ અલગ વેરાઈટી આવી રહી છે અને હાલ લેઝર સહિતના વાસણો ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. બીજી બાજુ અહીં હોલસેલ ખરીદી કર્યા બાદ છૂટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકોને અન્ય બજારની સરખામણીએ 15 થી 20 ટકા સુધીનો ભાવમાં પણ ફાયદો મળે છે. બીજી તરફ ગામડાના નાના દુકાનદારો પણ અહીંથી વસ્તુઓ લઈ જાય છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement