For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે યોજાનાર DYSO, નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇ

12:11 PM Sep 06, 2025 IST | Bhumika
કાલે યોજાનાર dyso  નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇ

પરીક્ષા સંદર્ભમાં પો.કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી

Advertisement

રાજકોટ શહેરમાં કાલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા સવારે 11 થી 1 દરમિયાન 37 કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.

જે મુજબ, 7 સપ્ટેમ્બરે સવારે 10થી બપોરે 2 સુધી પરીક્ષા કેન્દ્રો (શાળા-કોલેજો) નજીકના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપીયર મશીન ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રને લગતું કોઈ સાહિત્ય-પુસ્તક-ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ-પેડ, સ્માર્ટ વોચ વગેરે જેવા ડિજિટલ ઉપકરણો લઈ જવા નહીં. સુપરવાઇઝરોએ પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ન લઈ જવા. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં ફરજ પરના અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીઓએ આઇકાર્ડ પહેરવાનું રહેશે.

Advertisement

જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરના પોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement