15 હજાર તોલા સોનું પહેરી આહીરાણીઓએ લીધા ગરબા
રાજકોટમાં આહીર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબાજુ મેઘો મન મૂકીને વરસી રહ્યો હતો બીજી બાજુ આહીર સમાજની બહેનો પરપંરાગત પહેરવેશ અને સોનાના ઘરેણા પહેરીને ગરબે ઘૂમ્યા હતા. રાજકોટમાં આહીર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. જે દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદમાં સમાજના ભાઇઓ અને બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. પરંપરાગત પહેરવેશમાં સમાજના ભાઇઓ અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આહીર સમાજની બહેનોની ઓળખ તેમના દ્વારા પહેરવામાં આવતા ધરેણાં હોય છે. આહીર સમાજની બહેનો સોનાના ઘરેણાં પહેરીને આવી હતી. એક મહિલાએ દસ તોલાથી પણ વધુ સોનું પહેર્યું હતું. અને ગરબા ગ્રાઉન્ડમાં 15 હજાર તોલાની સોનાની ચમક સાથે બહેનોને રાસ લીધો હતો. એ સમયે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ જાણે કે સોનાથી ચમકી ઉઠ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.