એર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમ
અટલ સરોવર ખાતે તા.6 અને તા.7ના રોજ સવારે 10 વાગ્યાથી એર શો શરૂ થશે, ટ્રાફિક સંચાલન અને બેઠક વ્યવસ્થા માટે લોકોને વહેલાસર આવવા મ્યુનિ.કમિશનરનો અનુરોધ
અટલ સરોવરની ફરતે ચાર આઉટર વિંગમાં લોકો માટે બેઠક વ્યવસ્થા, એક લાખથી વધુ લોકો ઉમટવાની સંભાવના
એરફોર્સના નવ વિમાનો સાથેની 11 ટીમ જામનગરથી ઓપરેટ થશે, 300 મિટરની ઉંચાઇએ શો યોજાશે
ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.6 અને તા.7 રોજ સવારે 10:00 અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.06-12-2025ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે. આ આયોજન અનુસંધાને આજે રોજ અટલ સરોવર ખાતે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ઉપસ્થિત સૌને આવકારી પત્રકાર પરિષદનો શુભારંભ કરાવ્યો હતો.
રાજકોટના અટલ સરોવર ખાતે તા.6 અને 7ના રોજ એરફોર્સના એર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગેની વિગત આપવા માટે આજરોજ પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ જેમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, રાજકોટ શહેર માટે ગર્વની બાબત છે કે, ઇન્ડિય એરફોર્સ દ્વારા પ્રથમ વખત રાજકોટમાં એક કલાકનો એર શો યોજવાની મજૂરી આપી છે. નવ ફાઇટર પ્લેન દ્વારા અવનવી તરકીબો દ્વારા શહેરીજનોને મંત્રમુગ્ધ કરાશે તેવી જ રીતે પ્રથમ વખત રાજકોટમાં એરફોર્સના બેન્ડ પણ સાંભળવા મળશે તેવી જ રીતે હેલિકોપ્ટર લેન્ડ થઇ શકે તે પ્રકારના પ્રયાસો હાથ ધરાય છે. જેના લીધે શહેરમાં પ્રથમ વખત એરફોર્સનો મેગા એર શો યોજાશે જેનો લાભ લેવા શહેરીજનોને નિમંત્રણ પાઠવુ છે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, નાગરિકો અને ખાસ કરીને બાળકો તથા યુવાઓને ભારતીય સશસ્ત્રદળ અને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવા તથા ભારતીય વાયુ સેનાની શૌર્ય અને ગૌરવથી ભરપૂર કામગીરીથી સામાન્ય નાગરિકોને વાકેફ કરવા. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) 06 અને 07 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તાર પર એક રોમયિક એર શો રજૂ કરશે અને પેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. એર શોમાં વિવિધ અન્ય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર અને હેલિકોપ્ટર પણ ભાગ લેશે. 1996 માં રચાયેલ, SKAT વિશ્વની ખૂબ જ ઓછી નવ-એરક્રાફ્ટ એરોબેટિક્સ ટીમોમાંની એક છે અને એશિયામાં એકમાત્ર છે. આ અનોખી ટીમે ભારતમાં 500 થી વધુ પ્રદર્શનો કર્યા છે, ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને ઞઅઊ ખાતે વિદેશમાં એર શોમાં ભારતીય વાયુસેનાની સક્ષમતા દર્શાવી છે.