રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

04:48 PM Oct 18, 2024 IST | admin
Advertisement

બગવદરમાં મારામારી કરનાર આરોપીઓને આશરો આપ્યાની શંકાએ બોરીચા ગામે આવેલ વાડીમાં પોરબંદર પોલીસે રેડ કરતા 70 હથિયારો, ચાર ગન મળી ભીમા દુલા સહિત 3ની અટકાયત

Advertisement

પોરબંદરના નામચીન ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની આદિત્યાણા પાસે આવેલી બોરીચા ગામની સીમમાં વાડીમાં પોલીસે વહેલી સવારે ગુપ્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડતા ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો અને એક કરોડ રોકડા મળી આવ્યા હતા. આ મામલે પોરબંદર એલસીબીએ ગુનો નોંધી ભીમા દુલા સહિત ત્રણની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરી છે.

થોડા દિવસો પૂર્વે બગવોદરમાં ચૂંટણીના ડખ્ખામાં થયેલી મારામારીની આરોપીને ભીમાદુલાએ આશરો આપ્યો હોવાની શંકાએ વહેલી સવારે પોરબંદર એલસીબી સહિતની પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ ભીમા દુલાએ પૂર્વ ધારાસભ્યનો ભાઈ હોય તેમજ રાજકીય પીઠબળના કારણે તે પોરબંદરમાં ગેંગ ચલાવે છે. પોરબંદરમાં ગેંગસ્ટરને ત્યાં દરોડો પડતા વધુ એક વખત ગુનાખોરીની દુનિયામામં ઝૂની યાદોની ચર્ચાઓ જાગી છે.

પોરબંદર નજીક આદિત્યાણા પાસે આવેલ બોરીચા ગામે સીમમાં નામચીન ગેંગસ્ટર અને ભૂતકાળમાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડેલા ભીમાદુલા ઓડેદરાને ત્યાં જિલ્લા પોલીસવડા ભગીરથસિીંહ જાડેજાની સૂચનાથી પોરબંદર એલસીબી, એસઓજી અને આદિત્યાણા પોલીસે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરોડામાં પોલીસને બંદુક, તમંચા, તલવાર, ભાલા, લાકડી, પિસ્તોલ સહિત 70થી વધુ હથિયાર તેમજ એક કરોડની રોકડ મળી આવી હતી. આ મામલે પોલીસે ભીમાદુલા ઓડેદરા અને તેના વાડીએથી અન્ય બે શખ્સો એમ કુલ ત્રણની અટકાયત કરી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બગવોદર ગામે થોડા વખત પૂર્વે ચૂંટણીના વેરજેરના કારણે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં સંડોવાયેલા આરોપીઓ ઘણા વખતથી ફરાર હોય તેને ભીમાદુલા ઓડેદરાએ આશરો આપ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસવડાની સૂચનાથી પોલીસની અલગ અલગ 6 ટીમોએ વહેલી સવારે આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલા ભીમાદુલા ઓડેદરા અને અન્ય બે શખ્સોની પોલીસે પુછપરછ શરૂ કરી છે.

કુખ્યાત ગેંગનો લીડર ભીમા દુલાનો ગુનાહિત ઈતિહાસ

પોરબંદરમાં ગેંગ ચલાવતા કુખ્યાત ભીમા દુલા ઓડેદરાનો ગુનાહિત ઈતિહાસ મોટો છે. ભીમા દુલા ઓડેદરા આદિત્યાણા પંથકનો ગેંગનો લિડર હોય તેણે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર મુળુ મોઢવાડિયાની હત્યા કરી હતી. અને ખંડણી માંગવી, અપહરણ કરવું, તે સહિતની ગુનાહિત પ્રવૃતિમાં ભીમા દુલા સંડોવાયેલ છે. આદિત્યાણા ગામે થયેલ સંધી પિતા-પુત્રની બેવડી હત્યામાં પણ ભીમાદુલા ઓડેદરા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોરબંદર અને આસપાસના ગામોમાં ધાક જમાવનાર ભીમા દુલા ઓડેદરાને ત્યાં પોલીસે દરોડો પાડતા હવે જૂના ગુના અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Bhima Dula's wadigujaratgujarat newsPorbandarporbandarnewsporbandarpoliceweapons
Advertisement
Next Article
Advertisement