For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું: અમિત ચાવડા

04:16 PM Jul 19, 2025 IST | Bhumika
ગુજરાતમાં જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવશું  અમિત ચાવડા

સંગઠન સૃજન અંતર્ગત બૂથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર કરી નવા લોકોને સંગઠનમાં તક આપવાની ખાતરી નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચારી છે. કોંગ્રેસ સંગઠનના માધ્યમથી પ્રજાની વચ્ચે જઈને પ્રજાની સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને પ્રજાના મુદ્દાઓ મુદ્દે લડત-આંદોલન કરશે. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે, ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તે પરંપરાને આગળ લઇ જતા ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય તે માટેના વિઝન સાથે તમામ કાર્યક્રમોને આગળ વધારવાની નેમ વ્યક્ત કરતા ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચાર, ખેડૂતોની સમસ્યાઓ, નાના વેપારીઓની તકલીફો, ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષિતો, પીડિતો-વંચિતોનો અવાજ બનીશું.

Advertisement

હાલમાં ગુજરાત અધિકારી રાજ, કમિશન રાજ, ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યું છે તે નાબુદ કરવા માટે આક્રમકતાથી લડીશું. પોતાની સમસ્યાઓ પર રજૂઆત કરવી પણ ગુનો હોય તેવું વર્તન નાગરિકો સાથે કરવામાં આવે છે, જાગૃત નાગરિકો-પત્રકારોને સત્ય બોલવા પર ડરાવવામાં આવી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં આ અઘોષિત કટોકટી સામે કોંગ્રેસ સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવીને લોકશાહી બચાવવા ભાજપ સરકારની તાનાશાહી સામે પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસનો એક એક કાર્યકર લડશે.

દિલ્હીથી અમદાવાદ આવી પહોંચેલા નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું કાર્યકરો-આગેવાનોએએ ભવ્ય સ્વાગત કર્યું હતું.કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા સાથે કાર્યકરોનો અવાજ બુલંદ કરવાની ખાતરી આપી હતી.
ઉચ્ચારતા તેમણે કહ્યું કે, પક્ષના દરેક નિર્ણયમાં કાર્યકરોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે પક્ષની વિચારધારાના મજબૂત વાહક, પ્રમાણિક, નિષ્ઠાવાન, લડાયક નેતા, યુવાનો- ખેડૂતો- પીડિતો-વંચિતો- શોષિતોના સૌથી મજબૂત અવાજ બનાવીની નેમ વ્યક્ત કરી તેમણે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement