ગોંડલમાં વારંવાર આવશું, હવે પૂરી તૈયારી સાથે જઇશું: અલ્પેશ કથીરિયાનો હુંકાર
સુરતમાં એક સમુહલગ્નમાં સમસ્ત કથીરીયા પરીવાર દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો જેમાં ગોંડલમાં સામી છાતીએ જઈને જવાબ આપનાર અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામા આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અલ્પેશ કથીરીયાએ હુંકાર કરતા કહ્યું હતુ કે, આ લડાઈ ગોંડલની સામે પણ નથી કે ગોંડલના કોઈ વ્યક્તિની સામે પણ નથી.
આ માત્ર એટલા માટે છે કે, છેલ્લા 6 મહિનામાં 5 એવી ઘટના બની, પાટીદાર સમાજના છોકરાને માર મારવામા આવ્યો. કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો. જાટ સમાજના યુવાનને માર મારવામા આવ્યો. ચોથી ઘટના આખા ગોંડલમા તમે કોઈ પણ વિસ્તારમાં જાવ તો લોકોમાં ડર જોવા મળે છે.
અલ્પેશ કથીરીયાએ કહ્યું કે, મતદારોની ઉપર જો હુકમી ચાલે છે. હું દાવા સાથે કહ્યું છે કે તેઓ આવનારા સમયમાં શું શું જોહુકમી લાવવાના છે તે હુ પુરાવા સાથે આપવાનો છું. ક્યાં બે નંબરના ધંધા ચાલે છે. અસંખ્યા ધંધા પરિવાર કરે છે. અને તેમાં કઈ આમતેમ થાય તો તેઓ કોઈની સાથે મારપીટ કરે છે. આ બધી પ્રવૃતિ ન ચાલે.અમને ઘણા સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે. તમને કોઈ ખેતર વાવવા આપે તો તે તમારી માલિકીનું ન કહેવાય. તમે એવું કહો છો કે, ગોંડલમાં કોઈ આવી ન શકે. કોઈ વ્યક્તિ માના દૂધ પર આંગળી ચીંધે તો તેનો પ્રતિકાર હોય જ . અત્યારે રાજાશાહી નથા લોકશાહી છે. કોઈની જાગીર નથી. અમે ગોંડલમાં જઈને લોકોને જગાડ્યા છે.
વધુમાં અલ્પેશ કથીરીયાએ હુંકાર ભરતા કહ્યું કે, ગોંડલમાં અમે વારેવારે આવીશું, ગોંડલ ગુજરાતનો પ્રદેશ છે. હવે જઈશું ત્યારે અમારી એક પણ ગાડીને નુકસાન નહીં થાય તેની ખાતરી આપુ છું. અમે કોઈ પણ વિરોધ વગર પાછા આવ્યા છીએ. હવે ગાડી તો ઠીક પણ કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે તેની પૂર્વ તૈયારી સાથે ગોંડલ જઈશું. કેમકે તે દિવસે સાબીત કરી બતાવ્યું કે, ગોંડલમાં લુખ્ખાગીરી છે. એટલી પોલીસ હોવા છતા ભાડુઆતી ટોળકી લઈને આ કૃત્ય પાર પાડતા હોય તો સામાન્ય માણસની શું હાલત હશે. અમારે ગોંડલમાં કંઈ મોટુ કરવું નથી ગોંડલમાં ડર કંઈ રીતે દૂર કરવો તેવો અમારો પ્રયાસ છે.