આપણે સત્તાવાર વસૂલી મંત્રાલય ખોલવું જોઇએ
નિર્મલા સીતારમણને નિશાન બનાવતા ભાજપ નેતા
સુરત ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઇ ગજેરાની વધુ એક વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી હતી. જેમાં તેઓએ ફેસબુક પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ લખ્યુ હતુ કે આપણે સત્તાવાર વસૂલી મંત્રાલય ખોલવું જોઇએ. આ મંત્રાલયના કોઇ પણ મંત્રીને મનફાવે તેવી વસૂલી કરવાનો અધિકાર આપવો જોઇએ.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ સામે કર્ણાટકમાં થયેલી ફરિયાદના સંદર્ભે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ પોસ્ટ કરી હતી. રાજકિય કામગીરીની વાત કરવામાં આવે તો ધીરુ ગજેરા 2022 માં ફરી કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં આવ્યા હતા. જોકે ફરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે તેમને કોઇ જવાબદારી સોંપી ન હતી.છેલ્લા લાંબા સમયથી ધીરુ ગજેરા ભારત વિરોધી પોસ્ટ મુકી રહ્યા છે. વારંવાર પક્ષ વિરોધી પોસ્ટ છતાં ધીરુ ગજેરા સામે ભાજપે કોઇ કાર્યવાહી કરી નથી.