ધુમાડાના કારણે દેખાવાનું બંધ થઇ ગયું, અમને લાગ્યું કે એરસ્ટ્રાઇક થઇ છે..
વિમાન દુર્ઘટનાને નજરે નીહાળનાર ધોરાજીનો મેડિકલ સ્ટુડન્ટ હજુ આઘાતમાં
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પીડિત પરીવારો હાલ શોકમય છે. દેશના ઈતિહાસની ભયાવહ ઘટના અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ધોરાજીના મેડિકલ સ્ટુડન્ટ ડેવિન ભાવેશભાઈ જીવાણીનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પોતાની આંખ સામે જોનાર ડેવિન કહ્યું કે આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી હતી. પ્રચંડ ધડાકો થતા અમને લાગ્યું કે એર સ્ટ્રાઈક થઈ છે. સખત ધુમાડાના કારણે દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું અને જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે બિલ્ડીંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે.
અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લામાં ધોરાજી શહેર સ્થિત રહેતો ડેવિન ભાવેશભાઈ જીવાણી (અંદાજિત 20 વર્ષ) બી.જે મેડિકલ કોલેજમાં છેલ્લા બે વર્ષોથી MBBSનો અભ્યાસ કરી રહ્યો છે, જેમણે આ ઘટના માત્ર 200 મીટર ઘટી હતી અને નજર સમક્ષ જોતા આપવીતી વર્ણવી હતી..અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટ ડેવિન જીવાણી હેમખેમ ધોરાજી પરિવાર પાસે પહોંચ્યો હતો. પ્લેને ક્રશની ઘટના બાદ આખુ પરિવાર ચિંતિત હતું અને પોતાના પુત્રને લઈ ભગવાન સમક્ષ પ્રાર્થનાઓ કરતું હતું જોકે આખરે પુત્ર હેમખેમ જીવતો ઘરે આવતા પરિવારમાં લાગણીના આંસુ વહી આવ્યા હતા. સમગ્ર ઘટનાને નજરો સમક્ષ જોનાર ડેવીને જણાવ્યુ કે જમવાનો સમય હોય પરતું તબિયત ના તંદુરસ્ત હોય જેથી મેસેમાં જમવા જવાનું ટાળ્યું હતું અને હોસ્ટેલ ખાતે જ હતો તેવામાં ભયંકર બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી હતી અમને લાગ્યું કે એર સ્ટ્રાઈક થઈ છે કે ધરતીકંપ થયો છે જોતજોતામાં ડસ્ટ ઉડવા લાગી અને ઉડતા ધુમાડના ગોટાઓના કારણે દેખવાનું બંધ થઈ ગયું મોતની ચીચિયારીઓ વચ્ચે અમે પણ દોડ્યા અને આખરે જ્યારે બહાર જઈને જોયું તો બિલ્ડીંગ ઉપર આખું પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું. આ ઘટના તેમનાથી માત્ર 200 મીટર દૂર જ ઘટી હતી .