For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમે તારા નોકર નથી: મદદ માટે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફોન કરનાર યુવતીને ગાળો ભાંડી

11:47 AM Mar 20, 2024 IST | Bhumika
અમે તારા નોકર નથી  મદદ માટે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફોન કરનાર યુવતીને ગાળો ભાંડી
  • અમદાવાદનો શરમજનક કિસ્સો, ભારે ચકચાર

અમદાવાદમાં પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા ધમકી આપી હતી તેમજ ગળુ દબાવી જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી.

Advertisement

અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, અમે તમારા નોકર નથી તેવુ કહી પોલીસકર્મીએ અપશબ્દો બોલ્યા હતા. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઇ છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ છે. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી જલ્દી ગાડી મોકલવાનું કહે છે ત્યારે પોલીસ કર્મચારી ગરમ થઈ જાય છે અને કહે છે તમારા નોકરી નથી. તમે પાવર ન કરો એવું હોય તો જેની સાથે જગડો થયો છે તેેની સાથે પાવર બતાવો. ત્યારબાદ તે ઓડિયોમાં અંતે પોલીસ કર્મી અપશબ્દ પણ પોલે છે.

Advertisement

પોલીસએ પ્રજાની રક્ષક છે પરંતુ આવા કિસ્સાઓના કારણે સમગ્ર ગૃહ વિભાગ પર એક ખરાબ છાપ ઉપસી આવતી હોય છે. ત્યારે આવી બાબતને ગંભીરતા પૂર્વક લેવી અતિ આવશ્યક જણાઈ રહી છે. જો કે, શું પગલા લેવાય છે તે જોવા રહ્યાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement