For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘અમે અહીયા સંતાકૂકડી રમવા નથી બેઠા’ ભાવનગર કલેકટરને ખખડાવતી હાઇકોર્ટ

11:25 AM Aug 06, 2024 IST | Bhumika
‘અમે અહીયા સંતાકૂકડી રમવા નથી બેઠા’ ભાવનગર કલેકટરને ખખડાવતી હાઇકોર્ટ
Advertisement

ભાવનગરનાં કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યું કે, તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે. અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ?જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં બક્ષીએ.

ભાવનગરમાં શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભાવનગરનાં કલેક્ટર સામે લાલ આંખ કરી હતી. સાથે જ આ માટે જવાબદાર તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, તમને ખ્યાલ છે કે શાળાનાં 500 મીટર સુધી કંઈ કરી ના શકાય તો શા માટે એ જમીન આપવામાં આવી છે ? કોર્ટે આકરા વલણ સાથે કહ્યું કે, અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે ?

Advertisement

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમને અમે છોડીશું નહીં. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? આ સાથે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીનાં ચેરમેન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. કોર્ટે ચેરમેનને કલેકટરનાં તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement