અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો: હાર્દિક
આમ, તો પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. જે બોલવું હોય તો બોલી દે. પરંતું હાર્દિક પટેલ ક્યારેક ન બોલવાની વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી રજૂ કરતા દેતા હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્દિક પટેલના તીખા તેવર જોવા મળતા હોય છે. ત્યારે હાર્દિક પટેલની એક પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે, અને આ તીર કોણા તરફ ઈશારો કરે છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી રહ્યું છે.
હાર્દિક પટેલના આ શબ્દો હાલ તીરની જેમ છૂટ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, આખરે આ શબ્દોનો ઈશારો કોના તરફ છે. હાર્દિક પટેલ કોને ગર્ભિત ચેતવણી આપી રહ્યાં છે.
હજી થોડા સમય પહેલા જ વિરમગામના ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરી હતી. તેમની ચીમકી બાદ વિરમગામમાં અધિકારીઓ દોડતા થયા હતા, અને સમસ્યાઓને ત્વરિત હાથમાં લેવાઈ હતી.હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું કે, અમે શાંત છીએ સંત નહીં મનમા વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂૂઆત છે અંત નહીં.