મોરબીમાં પાણીના ધાંધિયા, ધારાસભ્યએ અધિકારીઓને તતડાવ્યા
મોરબીના મચ્છુ-2 ડેમનું હાલ રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. સાથોસાથ નર્મદા કેનાલ પણ રીપેરીંગ માટે બંધ રાખવામાં આવી હોય તેવામાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પાણી વિતરણમાં અનિયમિતતા આવી હોવાના ઢગલાબંધ પ્રશ્ન ઉઠતા ધારાસભ્ય કાંતિલાલે અધિકારીઓ સાથે બેઠક યોજી અધિકારીઓને ખખડાવ્યા હતા.બેઠકમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર કિરણ ઝવેરી તેમજ સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને ડેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ 10 મોટર દ્વારા પાણી ઉપડવામાં આવી રહ્યું હોય, એ મુદ્દે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે પૂરું પાણી છે છતાંય ગામને દુ:ખી કરવાનું છે ?
તાત્કાલિક 18 મોટર દ્વારા પાણી ઉપાડી વિતરણ કરાવવામાં આવે તેવી તેઓએ સૂચના આપી હતી.વધુમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ડેમ ભર્યો હોય ત્યારે દબાણથી પાણી આવતું હોય છે. પણ હાલ ડેમમાં પાણી ઓછું છે. ક્યારેક મોટર બંધ થાય અથવા લાઈટ બંધ થાય ત્યારે તકલીફ સર્જાય છે. હાલ 10 મોટર મુકાયેલી છે. 18 જેટલી મોટર મુકવા જણાવ્યું છે. લોકોને ઓછી તકલીફ પડે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે દરવાજાની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન 21 જૂન હતી. પણ ચોમાસુ વહેલુ ચાલુ થવાની શક્યતાને પગલે 5 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. 20 દિવસ ચાલે તેટલુંપાણી છે તે પહેલ નર્મદા કેનાલ ચાલુ થઈ જવાની છે એટલે પાણી પૂરતું છે. માત્ર પ્લાનીંગનો અભાવ હતો. જે અંગે પાણી પુરવઠા બોર્ડને સૂચના આપી છે.
તે બેથી ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરૂૂ ઉપાડી ફરિયાદનું નિરાકરણ લાવશે.ડેમના અધિકારીએ જણાવ્યું કે 33માંથી 18 દરવાજાનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લીધું છે. 15 દરવાજા રિપ્લેસમેન્ટનું કામ ચાલુ છે.તેમાં પણ 5 દરવાજાનું કામ પૂરું થઈ ગયુ છે. 10ની કામગીરી ચાલુ છે. આવતા 20થી 25 દિવસમાં ચોમાસા પૂર્વે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી નાખવાનું આયોજન છે.પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર મહેશ ધામાએ જણાવ્યું કે ધારાસભ્યની સૂચના અન્વયે જ્યાં મશીજરી વધારવાની જરૂૂર છે ત્યાં બેથી ત્રણ દિવસમાં મશીનરી મુકાવી પ્રશ્નનું નિરાકરણ લાવીશું. અત્યારે મહાપાલિકાની 3 અને પાણી પુરવઠાની 3 મશીનરી ઉતરેલી છે. બન્ને દ્વારા 50-50 એટલે કે કુલ 100 ળહમ પાણી ઉપડવમાં આવે છે.