રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પાણીની ચકાસણી
સ્વચ્છતા પખવાડિયું 2025 અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે સ્વચ્છ નીર થીમ પર પીવાના પાણીની સ્વચ્છતા અને જળ સ્ત્રોત નિરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું. આ વિશેષ અભિયાન દરમિયાન ડિવિઝનના વિવિધ સ્ટેશનો, કોલોનીઓ અને કચેરી પરિસરોમાં જળ સ્ત્રોતોની સ્વચ્છતા, ટાંકીઓની સફાઈ અને પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી.
રાજકોટમાં RMC જળ નળ ક્ષેત્ર અને વોટર હટની વ્યાપક સફાઈ કરવામાં આવી. તે ઉપરાંત, રેલવે હોસ્પિટલ પરિસરમાંથી પાણીના નમૂનાઓ લઈને TDS અને મુક્ત ક્લોરિન સ્તરની તપાસ કરવામાં આવી, જેથી પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.
ઓખા સ્ટેશન પર કર્મચારીઓને હાઇડ્રન્ટ પાઇપોના યોગ્ય સંગ્રહ અને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા. ત્યાં વોટર હટ , છઙઋ બેરેક, રનિંગ રૂૂમ અને કોલોની વિસ્તારમાંથી કુલ ચાર જળ નમૂનાઓ એકત્ર કરીને રાસાયણિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા.
રાજકોટ, હાપા, જામનગર, દ્વારકા, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર વોટર હટની સફાઈ કરવામાં આવી અને પાણીના નમૂનાઓ રાસાયણિક તથા જીવાણુ પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા.
મોરબી રેલવે કોલોનીમાં સમ્પ (જીળા ) અને ખુલ્લી ગટરોની સફાઈ કરવામાં આવી. તમામ સ્થળોએથી મેળવેલા જળ નમૂનાઓને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, જેથી પીવાના પાણીની શુદ્ધતા અને ગુણવત્તાની પુષ્ટિ થઈ શકે.
નિરીક્ષણ દરમિયાન કર્મચારીઓને જળ સંરક્ષણ, લીકેજની રોકથામ અને સ્વચ્છ પીવાના પાણીની વિતરણ પ્રણાલી જાળવી રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.